ભાસ્કર વિશેષ:અમલપુરના 9 વર્ષના તત્વએ 12770 ફૂટ તો માત્ર 4 વર્ષની સ્વરાએ 10800 ફૂટ ટ્રેકિંગ કર્યું

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ટ્રેકીંગ કરતુ હરિકૃષ્ણ પટેલનું પરિવાર તસવીરમાં જણાય છે  . - Divya Bhaskar
ટ્રેકીંગ કરતુ હરિકૃષ્ણ પટેલનું પરિવાર તસવીરમાં જણાય છે .
  • હરિકૃષ્ણ પટેલના પરિવારે બેઝ કુંડ ટ્રેક મનાલી નજીક ટ્રેકિંગ કર્યું

સંખેડા ના અમલપુર ગામના હરિકૃષ્ણભાઇ પટેલ જે ટ્રેકિંગના શોખીન છે તેમણે તેમના પરિવાર સાથે ટ્રેકિંગ કર્યું હતું.

હરિકૃષ્ણ પટેલ જે સંખેડા તાલુકાના અમલપુર ગામના રહીશ છે જે વડોદરા ખાતે સ્થાયી થયેલા છે. તેમને ટ્રેકિંગનો ખૂબ શોખ છે. દર વર્ષે ભારતના વિવિધ પ્રાંતોમાં તેઓ ટ્રેકિંગ કરવા જાય છે. તેમણે જણાવ્યું હતું કે તેમનો પુત્ર તત્વ 6 વર્ષનો હતો ત્યારથી જ તેમની સાથે વિવિધ સ્થળે ટ્રેકિંગ ઉપર આવે છે. આ વખતે તેમની 4 વર્ષની દીકરી જે પહેલી જ વખત ટ્રેકિંગ કરવા માટે આવી હતી તેણે પણ સફળતાપૂર્વક ટ્રેકિંગ કર્યું હતું.

હિમ સ્ખલન અને વરસાદની વચ્ચે 9 વર્ષનો તત્વ અને 4 વર્ષની સ્વરાએ હિમાલયમાં ટ્રેકિંગ કર્યું હતું. તત્વએ 12770 ફૂટ તો માત્ર 4 વર્ષની સ્વરાએ 10800ફૂટ ટ્રેકિંગ કર્યું હતું. આ બંને બાળકો તેમના માતા પીનલ તથા પિતા હરિકૃષ્ણ પટેલ સાથે હિમાલયમાં ટ્રેકિંગ માટે ગયા હતા. ચાલુ ટ્રેકિંગ વખતે હિમ સ્ખલન અને વરસાદ પણ હોવા છતાં હિંમત હાર્યા વગર બેઝ કુંડ ટ્રેક મનાલી નજીક આ ટ્રેકિંગ તેમણે પૂર્ણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...