તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:છોટાઉદેપુર જિલ્લાના દેવહાંટ ગામમાં બૂટલેગરના ઘરેથી રૂા.65980નો દારૂ ઝડપાયો

સંખેડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લાના દેવહાંટ ગામે ઘરમાં દારૂ હોવાની માહિતીના આધારે રંગપુર પોલીસે રેડ પાડી હતી. જેમાં ઘરમાંથી દારૂ બિયરની બોટલ નંગ 200 કિમત 65980 સાથે બૂટલેગર ઝડપાયો હતો. જિલ્લાના રંગપુર પોલીસ મથકના દેવહાંટ ગામે રહેતો કીલેશ જામસીંગભાઇ હરીજન પોતાના ઘરેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચે છે. એવી બાતમી રંગપુર પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પી.એસ.આઇ. એન.એમ.ભુરીયા, હે.કો.માનસીંગભાઇ, મીતેશભાઇ તેમજ પો.કો.કીરીટભાઇ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા.

એ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કીલેશ પોતાના ઘરે દારૂનો જથ્થો રાખીને છુટક વેચાણ કરે છે. પોલીસે તેના ઘરે રેડ કરવા જતાં કીલેશ ઘરે હાજર મળી આવ્યો હતો. તેને સાથે રાર્ખીને પોલીસે તેના ઘરમાં રેડ કરતાં ઘરના વચ્ચેના ભાગે ખુણામાંથી દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. દારૂ અને બિયરની બોટલો નંગ 200 જેની કિમત 656590 રૂપિયા થતી હતી. પોલીસે કીલેશ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો