ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત, છોટાઉદેપુર અને બાગાયત ખાતાના સંયુક્ત ઉપક્રમે મદદનીશ ખેતી નિયામકની કચેરી પેટા વિભાગ જબુગામ ખાતે તા. 03/03/2022ના રોજ જિલ્લા કક્ષાના કૃષિ મેળા, પાક પરીસંવાદ અને કૃષિ પ્રદર્શનનું આયોજન હાથ ધરવામાં આવેલ હતુ. મેળામાં જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, છોટાઉદેપુર કે. એ. પટેલ દ્વારા સ્વાગત પ્રવચન થકી ખેડુત લાભાર્થીઓ તથા આમંત્રીતોને આવકાર્યા હતા. આ કૃષિ મેળામાં સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) વડોદરા. એમ.એમ.પટેલએ અધ્યક્ષ સ્થાન સંભાળેલ હતુ.
આ ઉપરાંત નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), છોટાઉદેપુર સી એન પટેલ, નાયબ ખેતી નિયામક (તાલીમ), વગેરે જેવા કૃષિ તજજ્ઞોએ હાજર રહી અંદાજે 700 જેટલા ખેડૂત લાભાર્થીઓને પ્રાકૃતીક કૃષિ પધ્ધ્તી, બરછટ ધાન્યપાકોની અગત્યતા તથા તેની ખેતી પધ્ધ્તી, બાગાયતી પાકોની ખેતી પધ્ધ્તી, ખેતીવાડી તેમજ બાગાયત ખાતાની વિવિધ કૃષિ સહાય યોજનાઓ અંગેની માહિતી આપવામાં આવેલ હતી.
આ કૃષિ મેળાની થીમ ‘આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ 2023’ રાખવામાં આવી હતી. વધુમાં છોટાઉદેપુર જિલ્લાના પ્રગતીશીલ ખેડુતો દિલીપભાઈ રાઠવા ગામ લીંબાણી તથા નવનીતભાઈ રાઠવા ગામ સેગવા સીમળીએ પોતાના પ્રાકૃતીક કૃષિ તથા બાગાયતી ખેતી અંગેના અનુભવો વર્ણવેલ હતા. કૃષી મેળામાં છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી અંદાજે 700 જેટલા ખેડૂત લાભાર્થીઓએ કૃષિ લક્ષી માહિતી મેળવી હતી. મેળામાં કૃષિ, બાગાયત, પ્રાકૃતિક કૃષિ જેવા તથા વિવિધ ફાર્મ મશીનરીના 17 જેટલાં પ્રદર્શન સ્ટોલનું આયોજન હાથ ધરવામાં આવેલ હતુ. જેનો મોટી સંખ્યામાં ખેડુતોએ લાભ લીધેલ હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.