હોબાળો:હાંડોદમાં વટાવ બાદ હવે ભેજના કારણે કપાસ ન ખરીદતાં હોબાળો

સંખેડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યે 8100માં બાકીના કપાસના સાધનો લેવડાવ્યા
  • કપાસના ભાવ પણ 7601થી 8020 રૂપિયાની આસપાસના પડ્યા હતા

સંખેડા તાલુકાના હાંડોદ સબયાર્ડમાં બુધવારે વટાવ મુદ્દે ખેડૂતો અને વેપારીઓ વચ્ચે વટાવ મુદ્દે સમાધાન થયા બાદ ગુરુવારે વેપારીઓએ સબયાર્ડમાં કેટલાક કપાસના સાધનો કપાસ ભેજવાળો હોવાનું જણાવી ખરીદ્યા નહોતા. તો કેટલાક ખેડૂતો વેપારીઓ ભાવ ઓછા આપતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ધારાસભ્યને બોલાવાયા હતા. તેમણે વેપારીઓએ ખરીદેલા 8 કપાસના સાધનો વેપારીઓને 8100 રૂપિયા કવીંટલના ભાવે ખરીદી કરવા જણાવ્યું હતું.

સંખેડા તાલુકાના હાંડોદ સબ યાર્ડ ખાતે કપાસની હરાજીમાં વટાવ પ્રથા બંધ થઈ બુધવારે વટાવ પ્રતા બંધ થયા બાદ ગુરુવારે રાબેતા મુજબ હરાજી શરૂ થઈ હતી. ત્યારે કેટલાક કપાસના સાધનોમાં ભેજ હોવાનું કારણ બતાવી અને વેપારીઓએ કપાસ ખરીદ્યો નહોતો. આ ઉપરાંત ભાવ પણ 7601થી 8020 રૂપિયાની આસપાસના પડ્યા હતા. બોડેલીની સરખામણીમાં આ ભાવો નીચા પડ્યા હતા. બોડેલીમાં 7835થી 8251 રૂપિયા સુધીના ભાવ પડ્યા હતા. ખેડૂતોનો આક્ષેપ હતો કે વેપારીઓએ વટાવ બંધ કરીને ભાવ ઓછા કરી નાખ્યા છે.

જ્યારે જિનમાં ડાયરેકટ જતા કપાસના સાધનોને વેપારીઓ ઉંચા ભાવ આપીને જિનમાં વટાવ કાપીને ખેડૂતોને રોકડા રૂપિયા આપે છે. જ્યારે માર્કેટના સબયાર્ડમાંથી ખરીદાયેલા કપાસના રોકડાના બદલે ચેક અપાય છે. આઠ જેટલા કપાસના સાધનો માર્કેટમાં ઉભા જ હતા. આ બાબતે ધારાસભ્ય અભેસિંહ તડવીને જાણ કરાતા તેઓ અહીંયા માર્કેટમાં આવ્યા હતા. અને વેપારીઓ અને ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. જેમાં ગુરુવારના રોજ 8 સાધનોના કવીંટલના 8100 રૂપિયાના ભાવે ખરીદ કરવા જણાવતા વેપારીઓએ આ ભાવે કપાસ ખરીદી લીધો હતો. .

ભેજનું કારણ આગળ ધરી કપાસ લીધો નહીં
ગુરુવારે હાંડોદ સબયાર્ડમાં ખેડૂતોનો કપાસ લઈને હરાજીમાં આવ્યા હતા. ત્યારે કેટલાક સાધનોમાં ભેજ હોવાનું જણાવીને કપાસ લીધો જ નહીં. કપાસ જોયો પણ નહોતો. કપાસના ભાવ પણ જાણે વટાવ કાપીને પાડતા હોય એ રીતના ભાવ પાડ્યા હતા. બોડેલી કરતા નીચા ભાવ પાડ્યા હતા. જિનમાં ખેડૂતોએ રોકડા પૈસા અપાય પણ હરાજીમાં જે સાધન લેવાય એના ચેક અપાય. જિનમાં કપાતા વટાવ બાબતે જિલ્લા એસ.પી.ને જાણ કરી છે. આજે ધારાસભ્યે કપાસનું સોલ્યુશન કર્યું. પણ કાયમી નિકાલ થયો નથી. > જ્યેન્દ્ર બારીયા, ખેડૂત આગેવાન

કાચી પાવતી ઉપર કપાસનો હિસાબ લખાય છે
જિનમાં ડાયરેકટ ખરીદાતા કપાસમાં વટાવ પ્રથા હજીય ચાલુ જ છે. જોકે જિનરો દ્વારા વટાવની વિગતો બીલમાં નથી લખાતી. પણ તેના બદલે કાચી ચિઠ્ઠીમાં કપાસની કિંમત, વટાવ અને મજૂરીની વિગત દર્શાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...