YOU TUBEનો સાચો ઉપયોગ:ટ્યૂશન છોડી યુ ટ્યૂબ પરના વીડિયો જોઈ, શાળામાં ભણીને રાજને 99.75 PR મેળવ્યા

સંખેડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લામાં બીજા ક્રમે આવેલા રાજન ભાટિયાનું મોં મીઠું કરાવતાં તેના માતા-પિતા નજરે પડે છે. - Divya Bhaskar
છોટાઉદેપુર જિલ્લામાં બીજા ક્રમે આવેલા રાજન ભાટિયાનું મોં મીઠું કરાવતાં તેના માતા-પિતા નજરે પડે છે.
  • વાઘોડિયા ખાનગી કંપનીમાં કામ કરતા વર્કરના પુત્રે SSCમાં છોટાઉદેપુર જિલ્લામાં બીજો નંબર મેળવ્યો

ખાનગી કંપનીમાં લેબર તરીકે કામ કરતા કિશોરભાઈ ભાટિયાના પુત્ર રાજને એસએસસી માર્ચ 2022ની પરીક્ષામાં છોટાઉદેપુર જિલ્લામાં બીજો ક્રમ મેળવ્યો છે. 99.75 પી.આર. મેળવ્યા હતા. ટ્યુશનને લીધે વાંચવાનો સમય ન મળતા બે મહિનામાં ટ્યુશન છોડ્યું હતું. યુ ટ્યુબ ઉપરના વિડીયો જોયા અને સ્કૂલમાં ભણીને આ સિદ્ધિ મેળવી.

સંખેડા તાલુકાના બહાદરપુર ગામે રહેતા કિશોરભાઈ વાઘોડિયાની એક ખાનગી કંપનીમાં લેબર તરીકે કામ કરે છે. તેમનો દીકરો રાજન પીપળસટ પાસેની બરોડા પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે. એસ.એસ.સી. માર્ચ 2022ના જાહેર થયેલા પરિણામમાં રાજન કિશોરભાઈ ભાટિયાએ 94.66 ટકા અને 99.75 પી.આર. મેળવી જિલ્લામાં બીજો નંબર મેળવ્યો છે. રાજન ભાટિયા સાથેની વાતચીત દરમિયાન તેણે જણાવ્યું હતું કે, ‘આ સફળતા મેળવવા માટે રોજનું 5થી 6 કલાક વાંચન કરતો હતો.

દિવસ દરમિયાન ફ્રેશ થવા અડધો કલાક ટીવી પણ જોતો હતો. શરૂઆતમાં બે મહિના ટ્યુશન ગયો હતો. પણ પછી વાંચવા માટે સમય ન મળતા ટ્યુશન છોડ્યું હતું. શાળામાં શિક્ષકો ભણાવે તે અને યુ ટ્યુબ ઉપર આવતા વિવિધ વિડીયો જોઈને ભણતો અને પ્રેક્ટિશ કરતો હતો. આગળ હવે મિકેનિકલ એન્જીનીયર બનવાની ઈચ્છા છે.’

અન્ય સમાચારો પણ છે...