તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રનું આકસ્મિક ચેકિંગ:સંખેડામાં તંત્રના ચેકિંગ બાદ વેપારીઓ, દુકાનદારો કોરોના ટેસ્ટ કરાવવા ઉમટ્યા

સંખેડા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
સંખેડામાં માત્ર 96 વ્યક્તિઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો. - Divya Bhaskar
સંખેડામાં માત્ર 96 વ્યક્તિઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો.
 • દર 10 દિવસે ધંધાદારી વ્યક્તિઓએ કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત

સંખેડા ખાતે તંત્રની કડકાઇ બાદ વેપારીઓ,દુકાનદારો કોરોના ટેસ્ટ કરાવવા માટે દોડ્યા.મંગળવારે કોવિડ ટેસ્ટિંગ ડોમમાં 96 વ્યક્તિઓએ કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. લાક એક કે કોઇ બે વાર ટેસ્ટ કરાવ્યા બાદ ટેસ્ટ કરાવવા જતા નહોતા. સંખેડા ખાતે સવારે મામલતદાર કચેરીની ટીમ સંખેડા ગામમાં વિવિધ દુકાનોએ ઘૂમી હતી. સંખેડા ખાતેના વેપારીઓ, દુકાનદારો, પથારાવાળા, શાકભાજી, પથારાવાળા વિગેરે માટે કોરોના ટેસ્ટ ફરજીયાત કરાયા છે. દર 10 દિવસે તેઓએ કોરોનાના ટેસ્ટ કુમારશાળાના કોવિડ-19 ટેસ્ટીંગ સેંટર ખાતે કરાવવાના ફરજીયાત કરાયા છે.

જોકે શરૂઆત બાદ ધીમે ધીમે ટેસ્ટ કરાવવા આવનારા ઓછા થવા લાગ્યા હતા. આજે સંખેડા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર ડી.જી.વસાવા તેમજ કચેરીના કર્મચારીઓ સંખેડા ગામની વિવિધ દુકાનોમાં ઘૂમી હતી. અને કોવિડ ટેસ્ટ બાબતે વેપારીઓની પૃછા કરી હતી. મામલતદાર કચેરીની ટીમ નિકળ્યા બાદ તો સંખેડા કોવિડ ટેસ્ટીંગ સેંટરના ડોમ ખાતે દુકાનદારો, વેપારીઓ વિગેરે ટેસ્ટ કરાવવા માટે ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો