અબોલનો જીવ બચાવ્યો:7 કલાકની જહેમતે સિઝર કરી ભેંસની પ્રસૂતિ બલ્બના અજવાળે કરાવાઈ

સંખેડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કદવાલ ગામમાં ભેંસનું બચ્ચુ ગર્ભાશયમાં ફસાઈ ગયું હતું
  • 1962 કોલ સેવાના પશુ ડોક્ટર સહિતની ટીમે બચ્ચાને બચાવી લીધું

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામમાં બપોરના 3 વાગ્યાની આસપાસ ભેંસનું બચ્ચુ ગર્ભાશયમાં ફસાઈ ગયુ હતું. જેમાં મદદ કરવા ફરતાં પશુ દવાખાનાને જાણ કરતા પશુ ડોક્ટર સહિત ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઘણી જહેમત બાદ અબોલ ભેંસ અને તેનાં બચ્ચાંને બચાવી લેવાયા હતા. ભેંસના પ્રસવ સમયે મૂશ્કેલી જણાતા 1962 નંબરમાં કોલ કરી મદદ માંગતા કદવાલના 10 ગામ દીઠ ફરતા પશુ દવાખાના પર ફરજ બજાવતા ડોક્ટર આકાશ હુડા અને પાયલોટ કમ ડ્રેસર હિતેશભાઈ તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયા હતા.

જ્યાં તેઓએ ભેંસને પ્રસવ કરાવવા પ્રયત્ન કર્યો હતો, પરતું ભેંસના ગર્ભાશયમાં બચ્યું ફસાઈ જતાં મૂશ્કેલી ઊભી થઇ હતી અને ભેંસનો જીવ પણ જોખમમાં હતો. જેથી ફરજ પરની ટીમે ભેસનું બચ્ચુ કાઢવાની કોશિશ કરી હતી પણ બચ્ચુ બહાર નીકળ્યુ નહીં. જેથી તાત્કાલિક ખુબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં ભેંસનું સિજેરીયન (ઓપરેશન ) કરવામાં આવ્યું હતું અને સફળતાપૂર્વક બચ્ચાંને બહાર કાઢવામાં આવ્યું હતું. જેથી બંન્ને અબોલ પ્રાણીઓનો જીવ બચાવી લેવામાં આવ્યા હતા. હાલ બન્નેની સ્થિતિ સારી છે.

અન્ય સમાચારો પણ છે...