તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:5 દિવસ વીજળી ના મળતાં ગ્રામજનો મોડી રાત્રે કર્મીઓને ઓફિસેથી ઉપાડી લાવ્યા

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાંચ દિવસથી ખેતીની લાઇટ આકાખેડા પંથકના ખેડુતોને ન મળતા પરેશાન થઈ ખેડૂતો રાત્રે વીજ ઓફીસે જઇ અન્ય હેલ્પરોને લઇ આવ્યા હતા. પણ કામ થઇ શક્યું નહોતું. - Divya Bhaskar
પાંચ દિવસથી ખેતીની લાઇટ આકાખેડા પંથકના ખેડુતોને ન મળતા પરેશાન થઈ ખેડૂતો રાત્રે વીજ ઓફીસે જઇ અન્ય હેલ્પરોને લઇ આવ્યા હતા. પણ કામ થઇ શક્યું નહોતું.
  • આકાખેડાના હેલ્પરો-અધિકારીઓએ ફોન ના ઉપાડતાં ગ્રામજનો વિફર્યા
  • વરસાદ વરસતો નથી અને કૂવામાંથી પાણી લેવા વીજળી નથી મળતી

સંખેડા તાલુકાના આકાખેડા પંથકના ગામોમાં ખેતીની લાઇટ છેલ્લા પાંચ દિવસથી ન મળત ખેડૂતો પરેશાન બન્યા છે. એમ.જી.વી.સી.એલ.ના હેલ્પરને ખેડૂતો ફોન કરે તો હેલ્પર ફોન ઉપાડતા નથી. કાંતો મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દે છે. બુધવારે રાત્રે ખેડૂતો સંખેડા એમ.જી.વી.સી.એલ. સબ ડીવીઝનમાં જઇ ત્યાંથી હાજર અન્ય સેજાના હેલ્પર, લાઇનમેન વિગેરેને સાથે લઇ આવ્યા હતા. જોકે રાત્રે કોઇ જ કાર્યવાહી શક્ય બની નહોતી.

સંખેડા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાયો છે. વરસાદ ખેંચાવા સાથે દિવસે ઉકળાટ ભર્યુ વાતાવરણ પણ રહે છે. ખેતીની સિંચાઇ માટે ખેડૂતોને ફરજિયાત કૂવા ઉપર આધાર રાખવો પડે છે. પણ લાઇટના અભાવે કૂવા ચાલી શકતા નથી. આ વિસ્તારમાં કેળા, મરચા જેવા પાકોનું વાવેતર થયેલું છે. આ પાકોને પાણીની તાતી જરૂરિયાત છે. પણ છેલ્લા પાંચેક દિવસથી આ વિસ્તારમાં ખેતીની લાઇટો આવતી નથી. જેના કારણે ખેડૂતો પરેશાન બન્યા છે.

ખેડુતોના જણાવ્યાનુસાર તેઓ જ્યારે હેલ્પર વિગેરેને ફોન કરે છે. ત્યારે તેઓ ફોન ઉપાડતા નથી કાંતો ફોન સ્વીચ ઓફ કરી દે છે. આ ઉપરાંત અધિકારીઓ પણ ફોન ઉપાડતા નથી. જેના કારણે ખેડૂતો પોતાના પ્રશ્ન અંગે રજૂઆત કરવી હોય તો દિવસે અધિકારીઓને મળવા જવું પડે છે.

પરેશાન ખેડુતો બુધવારે રાત્રે પણ હેલ્પરને ફોન કર્યો તો ફોન ઉપાડ્યો નહી. બીજાનો ફોન સ્વીચ ઓફ હતો. જેથી સંખેડા એમ.જી.વી.સી.એલ. ખાતે રજૂઆત કરવા માટે ગયા હતા અને ત્યાંથી અન્ય લાઇનના હેલ્પર વિગેરેને લઇને આકાખેડા ગામે ગયા હતા. ખેડૂતો તેમને લાઇટ મળે એ માટે અન્ય હેલ્પરોને મદદ કરવા માટે પણ તત્પર હતા. પણ આ વિસ્તારથી અજાણ હેલ્પરો દ્વારા રાત્રે કામ થઇ શક્યું નહોતું.

અન્ય સમાચારો પણ છે...