હવામાન:સંખેડા તાલુકામાં 13 દિ’ બાદ ફરી વરસાદ, 10 મિમીમાં પાણી ભરાયાં

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં સવારથી જ આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું હતું
  • છેલ્લે 19 ઓગસ્ટના રોજ 22 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો

સંખેડા તાલુકામાં 13 દિવસના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. દિવસ દરમિયાન 10 એમએમ જેટલો વરસાદ સંખેડા તાલુકામાં પડ્યો હોવાનું નોંધાયું હતું. ભાદરવાના આરંભ સાથે સંખેડા તાલુકામાં મેઘરાજાનું પણ આગમન થયું છે. હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી પણ વ્યક્ત કરાઈ હતી. આ આગાહી જાણે સાચી પડતી હોય એમ આજે વહેલી સવારથી જ સંખેડા તાલુકામાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. અને વરસાદ વરસ્યો હતો. જેને પગલે ગામના રસ્તા પાણી પાણી થયા હતા.

સ્થાનિક ડિઝાસ્ટર શાખાના જણાવ્યા મુજબ સંખેડા તાલુકામાં છેલ્લે 19 ઓગસ્ટના રોજ 22 મિમી વરસાદ નોંધાયો હતો. જે બાબતે મેઘરાજા જાણે ગાયબ થઇ ગયા હતો. જો કે ગુરુવારે વહેલી સવારે જ પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. સવારે 6થી બપોરે 12 સુધીમાં તાલુકામાં 10 મિમી વરસાદ નોંધાયો હતો. આ સાથે તાલુકામાં સિઝનનો કુલ વરસાદ 1051 મિમી થયો છે.

બોડેલીમાં અડધા ઇંચ વરસાદથી રસ્તા પર પાણી આવ્યાં
બોડેલીમાં લાંબા સમય પછી વરસાદનું આગમન થયું હતું. બોડેલીમાં વરઘોડો અને મેળો હોય લોકો વરસાદ પડતાં ચિંતા વ્યક્ત કરતા હતા. જોકે બપોર પછી વરસાદે વિરામ લીધો હોય લોકો મેળો મ્હાલવા તૂટી પડ્યા હતા. બોડેલીમાં અડધા ઇંચ પડેલા વરસાદથી રસ્તા પણ પાણી ફરી વળ્યા હતા. મેળામાં વેચાણ અર્થે આવેલા લોકો પણ ભીડ થશે કે કેમ તેની ચિંતામાં હતા. પણ બપોર ઓછી વરઘોડા અને મેળામાં લોકો મન મૂકીને આવ્યા હતા.

નસવાડીમાં ગુરુવારે વહેલી સવારથી વરસાદ શરૂ થતાં ગણેશ આયોજકોમાં ચિંતા, પંડાલને ઢાંકવા તાડપત્રી સાથે દોડધામ
નસવાડી : નસવાડી મા ગુરુવાર ના વહેલી સવાર થી વાતાવરણ મા પલટો આવ્યો હતો. જેને લઈ વિઝયુબીલિટી એકદમ ઓછી થઈ ગયેલ અને વરસાદ શરૂ થયો હતો. વરસાદ શરૂ થતા જ ગણેશ આયોજકો મા દોડધામ મચી હતી.મોટા પડાલને ઢાંકવા માટે આયોજકો તાડપત્રી લઈ દોડ્યા હતા. એકદરે અચાનક આવેલ વરસાદથી ગણેશ આયોજકો ચિતિત બન્યા હતા.ગુરુવારે આખા દિવસ દરમિયાન વરસાદનું આવાગમન રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...