મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો મહેશ ચૌધરી દ્વારા લીલી ઝંડી આપીને ભારત સરકાર તથા પીરામલ એનજીઓ દ્વારા ટીબી એકટીવ કેસ ફાઇન્ડિંગ 100 દિવસ કેમ્પેઇનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દેશના વડાપ્રધાન દ્વારા વર્ષ 2025 સુધીમાં દેશમાંથી ટીબી રોગના નાબૂદી માટે કરવામાં આવેલ આહવાનને વેગવંતુ બનાવવાનાં ઉદેશ્યથી દેશના 100 જિલ્લામાં 100 દિવસ સુધી સઘન ટીબી એકટીવ કેસ ફાઇન્ડિંગ માટે ગુજરાત રાજ્યના 10 જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે.
તે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાનો પણ સમાવેશ થાય છે. આ વિશેષ અભિયાન લોન્ચિંગ પ્રસંગે જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ, તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓ, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના જિલ્લા ટીબી એચઆઈવી કો-ઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા સહિત તમામ સ્ટાફ સાથે પીરામલ એનજીઓનાં જિલ્લા સુપરવાઈઝર દીપેશ ભાટીયા સહિત એનજીઓનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.