તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુંટણી:સંખેડા એપીએમસીના ચેરમેનની ચૂંટણી અટકાવાતાં કાર્યવાહી કરાશે

સંખેડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા રજિસ્ટ્રારના એજન્ડામાં ચૂંટણી રોકવાનું કારણ દર્શાવાયું નથી

સંખેડા તાલુકાની APMCના ચેરમેનની ચુંટણી અનિવાર્ય સંજોગોના કારણે મુલતવી કરાયાના જીલ્લા રજીસ્ટ્રારના વિવાદીત એજંડા સામે એપીએમસી દ્વારા ટુંક સમયમાં કાર્યવાહી કરાશેનું જાણવા મળ્યું હતું. સંખેડા એપીએમસીની સ્થાપના બાદથી અહિયા ભાજપનું એકચક્રી શાસન છે.

સંખેડા એપીએમસીના વર્તમાન બોર્ડના ચેરમેનની મુદ્દત પુરી થયા બાદ જિલ્લા રજીસ્ટ્રારે આ ચેરમેનની ચુંટણી માટેનો એજંડા પ્રસિધ્ધ કર્યો હતો અને એજંડા મુજબ ચેરમેનની ચુંટણીના આગલા દિવસે જ આ ચુંટણી અનિવાર્ય સંજોગોના કારણે મુલતવી કરતો નવો એજંડા પ્રસિધ્ધ કર્યો હતો.

રાજકિય દબાણને વશ થઇને જીલ્લા રજીસ્ટ્રારે આ ચેરમેનની ચુંટણીનો એજંડા મુલતવી કર્યો? કે પછી અન્ય કોઇ કારણસર. જે એજંડા ચુંટણી મુલતવી રાખવા માટે કરાયો છે. તેમાં પણ કોઇ સ્પષ્ટ કારણ લખાયું નથી. અનિવાર્ય સંજોગો પણ શું અનિવાર્ય સંજોગો છે? એવી કોઇ જ સ્પષ્ટતા કરાઇ નથી. જો કે આ મુદ્દે એપીએમસી દ્વારા બે-ત્રણ દિવસમાં કાર્યવાહી કરાશેનું એપીએમસી સેક્રેટરી અજીતભાઇ ભગતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...