સજાનો હુકમ:પાળિયાના ઘા મારી હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા

સંખેડા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સનાડામાં લીંબુ, ચોખા અને કંકુ મંત્રીને નાખ્યા છે કહી હુમલો કરતા મોત નિપજ્યું હતું

રંગપુર પોલીસ મથકના સનાડા ગામે બનેલા આ ચકચારી બનાવમાં ઢોકળિયાભાઈ ભીલુભાઈ રાઠવા ગામમાં દિવાળીનો તહેવાર હોઈ હાજર હતા. એ વખતે ભાયલાભાઈ તનીયાભાઈ રાઠવા તેના હાથમાં એક પાળિયું લઇ આવીને ઢોકળીયાભાઈને ગમે તેમ ગાળો બોલી, “તું કેમ નવરાત્રીના સમયે મારા ઘર અને દુકાન આગળ આંગણામાં કેમ લીંબુ, ચોખા, કંકુ મંત્રીને નાખેલા? તેમ કહી એકદમ ગુસ્સામાં આવી તેના હાથમાંનું પાળિયું ઢોકળીયાભાઈને માથામાં કપાળના ભાગે મારી દેતા ખોપરીનો ભાગ કાપી નાખેલો.

તેમજ બીજો ઝટકો મારી ગળાના આગળના ભાગેથી કાપી નાખેલ તેમજ ત્રીજો ઝટકો દાઢીના ભાગે મારી દાઢી કાપી નાખી હતી. તેમ જ ડાબા હાથના પંજાના ભાગે તથા હથેળીના ભાગે પણ ઉપરાછાપરી ફટકા મારી ઇજાઓ પહોંચાડી હતી. કરપીણ હત્યા કરીને હત્યારો ભાયલાભાઈ તનીયાભાઈ રાઠવા નાસી છૂટ્યો હતો.

આ બનાવ બાબતે મૃતક વૃદ્ધના પાલક પુત્ર દ્વારા રંગપુર પોલીસ મથકે ભાયલાભાઈ તનીયાભાઈ રાઠવા વિરુદ્ધ રંગપુર પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. જે બાદ પોલીસે આરોપીની અટકાયત કરી હતી. આ બાબતેનો કેસ છોટાઉદેપુર સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સોનલબેન દેસાઈની દલીલોને ગ્રાહ્ય રાખીને ન્યાયાધીશ બી.ડી.પટેલે આરોપી ભાયલાભાઈ તનીયાભાઈ રાઠવાને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...