સાડા નવ વર્ષ પહેલા છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ મથકના બાગલવાડા ગામે ટ્રકે રસ્તો ક્રોસ કરતા 4 વર્ષના બાળકને હડફેટમાં લેતા બાળકનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ટ્રક ચાલક ટ્રક લઈને ત્યાંથી કટારવાંટ તરફ નાસી ગયો હતો. બૂમાબૂમ થતાં માણસોએ પાછળ પડી ટ્રકને ઝડપી કાઢી હતી.
આ બાબતે રંગપુર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આરોપી નરેન્દ્રકુમાર મદનલાલ ભાવસાર રહે.મેઘાણીનગર, અમદાવાદ વિરુદ્ધનો કેસ છોટાઉદેપુર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ એમ.પી. ભરવાડની દલીલોને ગ્રાહ્ય રાખી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.જે.દેવડાએ આરોપી નરેન્દ્રકુમાર મદનલાલ ભાવસારને 2 વર્ષની કેદનો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.