છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ મથકના વિસ્તારમાં આવેલ મણિયારા ગામે રહેતા વેલીયાભાઈ રાવળીયાભાઈ નાયકાના ઘેર એલ.સી.બી. પોલીસે તા.14-3-2021ના રોજ રેડ કરીને તેના ઘરમાંથી 38.872 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેની કિંમત 388720 રૂપિયા થતો હતો. જો કે પોલીસની રેડ દરમિયાન નાયકા વેલીયાભાઈ ઘેર હાજર મળ્યો નહોતો. તેની વિરુદ્ધ રંગપુર પોલીસ મથકે ધી નાર્કોટીક્સ ડ્રગ્સ અને સાઇકોટ્રોપીક સબસ્ટન્સ એક્ટ 1985 મુજબ ફરિયાદ નોંધાઈ હતી. જોકે આ બાદ પોલીસે આરોપીની અટકાયત પણ કરી હતી.
આ બાબતેનો કેસ છોટાઉદેપુર કોર્ટમાં ચાલ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સોનલબેન દેસાઈની દલીલોને ગ્રાહ્ય રાખીને છોટાઉદેપુર સ્પેશ્યલ જજ તથા એડિશનલ સેશન્સ જજ બી.ડી.પટેલે આરોપી નાયકા વેલીયાભાઈ રાવળીયાભાઈને 10 વર્ષની સખત કેદ અને 1 લાખ રૂપિયા દંડનો હુકમ કર્યો છે.કોર્ટે નોંધ્યું હતું કે હાલના પ્રવર્તમાન સંજોગો જોતાં સમાજમાં જેમાં આદિવાસી વિસ્તારોમાં આવા ગુનાઓ દિનપ્રતિદિન ઉત્તરોત્તર વધતા રહે છે. આ ગુનો સમાજને જોખમરૂપ છે. તે હકીકતને નજરઅંદાજ થઇ શકે તેમ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.