તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:અપહરણ, બળાત્કારના ગુનાનો નાસતો ફરતો આરોપી ઝડપાયો, બોડેલી પોલીસ સ્ટેશનમાંથી 7 વર્ષથી ફરાર હતો

સંખેડા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • LCBએ છોટાઉદેપુરમાં પેટ્રોલ પંપ પાસેથી ઝડપ્યો

હરિકૃષ્ણ પટેલ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુરની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા છોટાઉદેપુર જિલ્લા તેમજ જિલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા અમલદાર તથા તમામ શાખા ઇન્ચાર્જોને સુચના કરેલ છે.

જે અનુંસંધાને ડી.જે.પટેલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ચોક્કસ બાતમી મળેલ કે બોડેલી પોલીસ સ્ટેશનના ગુનાના કામે પકડવાના બાકી આરોપી વિજયભાઇ મનોહરભાઇ બંધેલ રહે. ઝરકલી તા. કઠીવાડા જિ.અલીરાજપુર (એમ.પી.) છોટાઉદેપુર ટાઉનમાં પેટ્રોલ પંપ નજીક ઉભેલ છે. તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોએ વિજયભાઇ મહોરભાઇ બંધેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ છોટાઉદેપુર એલ.સી.બી. દ્વારા બોડેલી પો.સ્ટે.માં છેલ્લાં સાંત વર્ષથી અપહરણ તેમજ બળાત્કારનો ગુનો કરી નાસતા ફરતા મધ્યપ્રદેશ રાજ્યના આરોપીને ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો