સંખેડા-બહાદરપુર રોડ ઉપર રાજસ્થાની આઇસક્રીમની કેબીન આવેલી છે. આ કેબીન છેલ્લા કેટલાક દિવસોથી બંધ છે. આ કેબિનમાં ગત રાત્રે અચાનક જ આકસ્મિક આગ લાગી હતી. આગ લાગતાં જ એની જાણ આસપાસના લોકોને થતાં તાત્કાલિક પોલીસને જાણ કરાઇ હતી. અત્રે પોલીસ દોડી આવી હતી. આગના સ્થળે લોકોના ટોળા પણ એકત્ર થયા હતા. પવનને કારણે આગ વધુ ફેલાઈ હતી.
આગે બાજુમાં આવેલ એક અન્ય કેબીનને પણ ઝપેટમાં લઇ લીધી હતી. જોકે આ બાબતે સંખેડાના ડેપ્યુટી સરપંચ અને એપીએમસી ડિરેક્ટર હિતેશભાઈ વસાવાને જાણ થતા તેઓએ બોડેલી એપીએમસીમાં જાણ કરીને ફાયરફાઈટર બોલાવ્યું હતું. ફાયરફાઈટરે આવીને અત્રે લાગેલી કેબીનની આગને કાબુમાં લીધી હતી. જોકે આગ કાબુમાં આવે એ પહેલા જ અંદર ઘણું નુકસાન થઈ ચૂક્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.