સંખેડા ગામમાં રાણાવાસ ફળિયામાં એક મકાનમાં અચાનક આકસ્મિક આગ લાગી આગ લાગતાં ઘરવખરી દુકાનનો માલ સામાન, અનાજ, કપડાં વગેરે બળીને ખાખ થયા છે. સંખેડા ગામમાં રાણાવાસ ફળિયામાં સવારના સમયે શંકરભાઈ અંબાલાલભાઈ રાણાના ઘરમાં અચાનક જ આકસ્મિક આગ લાગી હતી. આગ લાગતાં આસપાસના રહીશો અત્રે દોડી આવ્યા હતા.
જેના હાથમાં જે વાસણ આવ્યું તેનાથી પાણી છાંટી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આગ કાબૂમાં આવી ગઈ હતી. પણ ઘરમાં ચારેબાજુએ ધુમાડાના ગોટેગોટા જ નજરે પડતા હતા. ઘરમાં ત્યારબાદ સૌએ તપાસ કરતાં ઘરમાં રહેલ અનાજ, કપડાં, ઘરાવખરીનો સામાન ઉપરાંત દુકાનનો માલ સામાન હતો. તે પણ આગમાં બળી ગયો હતો. આગ ઓલવવાની કામગીરી ચાલતી હતી તે વખતે શીલાબેન નવીનભાઈ રાણાએ પણ આગ ઓલવવાની કામગીરીમાં જોડાયા હતા. પણ પગ તેમનો અચાનક લપસી જતાં પડી ગયા હતા અને તેને લીધે તેણીના હાથમાં ફ્રેકચર થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.