સંખેડા રાઉન્ડમાં આવતા બોડેલી તાલુકાના તોતરમાતા રોડ પરથી કપાયેલા ખેરના વૃક્ષો કાપનારાઓને ઝડપી કાઢવા માટે જંગલ ખાતા દ્વારા રાત્રે ઉજાગરા શરૂ કરાયા છે. અત્રે કપાયેલા આશરે 150 મણ જેટલું લાકડું જંગલ ખાતાએ કબજે લીધું છે. બોડેલી તાલુકાના તોતરમાતા પાસેથી રોડ સાઈડ પરના જ ખેરના વૃક્ષો કપાયા હતા. આશરે 10 જેટલા ખેરના વૃક્ષોનું નિકંદન નીકળી ગયું હતું. જો કે જંગલ ખાતા દ્વારા આ લાકડા કાપનારાઓને ઝડપી કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરાય છે. રાત્રે આ વિસ્તારમાં જંગલ ખાતા દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું છે.
લાકડા ચોરો ખેરના વૃક્ષોના થડના ભાગને કાપીને લઈ ગયા હતા. જોકે એ સિવાયના અન્ય ઝાડની ડાળીઓ ત્યાં જ રહેવા દીધી હતી. વૃક્ષોનું નિકંદન નીકળ્યા બાબતેની જાણ જંગલખાતાને થતા જંગલ ખાતા દ્વારા અત્રે તપાસ હાથ ધરાઈ હતી અને રસ્તાની સાઇડ ઉપર પડેલી આવી ડાળીઓ ભેગી કરી હતી. અને સંખેડા જંગલ ખાતાની કચેરીએ લાવ્યા હતા.
રાત્રે પણ પેટ્રોલિંગ હાથ ધરાયું છે
ખેરના ઝાડ કપાયા હોવાની જાણ થતા ત્યાં તપાસ હાથ ધરાઈ હતી. આશરે 150 મણ જેટલું લાકડું કબજે કરવામાં આવ્યું છે. આ સિવાય જંગલખાતાને જાણ થતાં જંગલખાતું ત્યાં આગળ તપાસ માટે પહોંચ્યું હતું. રાત્રે એક પીકઅપ ગાડી આવી હતી. જોકે જંગલખાતાની ટીમને જોતા ત્યાંથી આ પીકઅપ ગાડી નાસી છૂટી હતી. આ અંગે રાત્રે પણ પેટ્રોલિંગ હાથ ધરાયુ છે. - એન.ટી.બારીયા, એ.સી.એફ., સંખેડા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.