તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:બે વિધવા બહેનોને સાસરીમાં રહેવા માટે અભયમની ટીમે સહયોગ આપ્યો

સંખેડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે સગી બહેનો વિધવા થતાં સાસરીવાળાએ બંનેને કાઢી મૂકી હતી
  • અભયમ રેસ્ક્યૂએ મદદે આવી કાયદાની સમજ આપતાં વિવાદનો અંત આવ્યો

બોડેલી પાસેના ગામમા બે સગી બહેનો વિધવા થતા સાસરીવાળાએ બંનેને કાઢી મુકતા અભયમ 181 મહિલા હેલ્પલાઇનમા મદદ માટે કોલ કરતા છોટાઉદેપુર અભયમ રેસક્યુએ કાયદાની સમજ આપી સાસરીમાં રહેવા માટે મદદ પુરી પાડતા બંને બહેનોએ અભયમનો ખુબ આભાર માન્યો હતો. મળતી માહિતી મુજબ બોડેલી પાસેના ગામના બે સગા ભાઈઓને બે સગી બહેનો સાથે લગ્ન થયા હતા. સુખી લગ્ન જીવન દરમિયાન બંનેને એક દીકરી અને દીકરાનો જન્મ થયો હતો. પરંતુ મોટાભાઈ ટૂંકી માંદગી બાદ અવસાન થયેલ. જેથી બધા સંયુક્ત કુટુંબમા રહેતા હતા. પરંતુ નાનાભાઈનુ પણ રોડ અકસ્માતમા મૃત્યુ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

નાનાભાઈના અકસ્માત વીમાના ત્રણ લાખ મળતા તેમની ફોઈએ જણાવેલ કે આ રૂપિયા અમારા છે. તેમ કહી બંને બહેનોને બાળકો સહિત તેમના પિયરમા મૂકી આવ્યા હતા. જેથી પિયર પક્ષના વડીલો બંને બહેનો અને બાળકોને લઇ તેમની સાસરીમા આવી સમજાવતાં હતા કે હવે આ બંને બહેનો વિધવા છે. તેઓ તેમની પાછલી જિંદગી અહીં રહેશે. પરંતુ સાસરીવાળાએ તેઓને ના પાડી ઘરના દરવાજા બંધ કરી દીધા હતા. જેથી એક વ્યક્તિએ બંને બહેનોને સાસરીમા રાખવામાં આવે તે માટે અભયમ 181 મહિલા હેલ્પલાઇનમા કોલ કરી ઘટનાની જાણ કરી હતી.

અભયમ રેસ્ક્યુ ટીમ છોટાઉદેપુર સ્થળ પર આવી સાસરીવાળાને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેઓ કોઈ સહકાર ના આપતાં અભયમ ટીમે કાયદો બતાવ્યો હતો. વિધવા બહેનોને આ રીતે ઘરમાંથી કાઢી મુકવા તે અપરાધ બંને છે. અને પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ કરતા સાસરીવાળા બંને બહેનોને રાખવા સંમત થયા હતા.

અભયમ ટીમે અકસ્માત વીમાના 3 લાખ રૂપિયા મળેલ છે તે વિધવા બહેનની મૂડી ગણાશે. આ રકમ બાળકોના શિક્ષણ માટે અને બહેનોની વૃદ્ધાવસ્થામા ઉપયોગી બની રહેશે. તેમ માર્ગદર્શન આપવામાં આવેલ હતું. હવે પછી બંને બહેનોને કોઈપણ પ્રકારની હેરાનગતિ કરવામાં નહીં આવે. તેવી ખાત્રી મળતા સમાધાન કરવામાં આવ્યું હતું. પોતાની દીકરીઓને સાસરીમાં સ્થાન મળતા મુશ્કેલીના સમયે મદદ મળવા બદલ માતા-પિતાએ અભયમ ટીમનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...