સંખેડા તાલુકાના વાસણા ચોકડી નજીકનો માર્ગ એ બોડેલી નસવાડી રાજપીપળાને જોડતો માર્ગ છે. આ રસ્તા ઉપર રેતી ભરવા માટે રોજ મોટી સંખ્યામાં ડમ્પરોની આવ-જા થતી હોય છે. મારું માર દોડતા આવા ટ્રકોની અડફેટે અવારનવાર અકસ્માતો સર્જાય છે. ક્યારેક અકસ્માત જીવલેણ પણ નીવડે છે.
આવો જ એક જીવલેણ અકસ્માત વાસણા ચોકડી પાસે સર્જાયો હતો. રામજીભાઈ શેનિયાભાઈ ભીલ છકડામાં કપાસ ભરી કલેડિયા ગામે વેચવા માટે જતા હતા. તે દરમિયાન વાસણા ચોકડીથી થોડે દૂર નસવાડી જતા રસ્તામાં નસવાડી તરફથી એક ટ્રક ચાલકે રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે ભયજનક રીતે બ્રેક માર્યા વગર ટ્રક ચલાવી લાવી અને છકડાને અડફેટમાં લીધો હતો.
જેથી છકડામાં બેઠેલા રામજીભાઈને શરીરે ગંભીર ઇજાઓ થતાં સ્થળ ઉપર જ તેમનું મૃત્યુ થયું હતું. આ બાબતની જાણ સંખેડા પોલીસને તથા સંખેડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.