તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોઘખોળ:ભાટપુરમાં ખેતરે પાણી વાળવા ગયેલો યુવક બપોર બાદ ગુમ થયો

સંખેડા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુમ થયેલા યુવકના ભાઈએ સંખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

સંખેડા તાલુકાના ભાટપુર ગામનો યુવક ખેતરે પાણી વાળવા ગયા બાદ બપોર પછી ગાયબ થઈ જતાં તર્ક-વિતર્ક સર્જાયા હતા. ગુમ થયેલા યુવકના ભાઈએ સંખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.સંખેડા તાલુકાના ભાટપુર ગામે રહેતો અરવિંદભાઈ રણછોડભાઈ તડવી (ઉ.વ.34) તા. 25 જાન્યુઆરીએ સવારે ગામના દેવાભાઈ પટેલના ખેતરે પાણી વાળવા ગયો હતો.

સાંજ સુધી ઘરે પરત આવ્યો નહોતો. દેવાભાઈએ સાંજે અરવિંદભાઈના ઘરે જઈ તેની માતાને જણાવેલ કે અરવિંદભાઈ બપોરે અઢી વાગ્યાનો ખેતરેથી ક્યાંક જતો રહ્યો છે. જેથી અરવિંદભાઈની માતાએ આ બાબતે તેના મોટાપુત્રને જાણ કરતા તેઓ બીજા દિવસે વડોદરાથી આવ્યા હતા. અરવિંદભાઈની આસપાસના ગામોમાં શોધખોળ કરવા છંતા ન મળતા આખરે સંખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.સંખેડા પોલીસ દ્વારા ગુમ થયેલા અરવિંદભાઈની શોધખોળ હાથ ધરી છે. જોકે અરવિંદભાઈ આટલા દિવસથી ગુમ થયા બાદ તેના કોઈ સગડ ન મળતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો