કોરોના બેકાબૂ:108 દ્વારા માર્ચથી આજ સુધી 474 કોરોનાના શંકાસ્પદ દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવાયા

સંખેડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર 108 ઈમરજન્સી સેવા દ્વારા 5 મહિનામાં 10758 દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડાયા
  • જરૂર પડી ત્યાં સ્થળ પર પણ પ્રાથમિક સારવાર અપાઈ

છોટાઉદેપુર જિલ્લામાં 108 ઇમરજન્સી સેવા દ્વારા લોકડાઉનના સમયગાળા દરમિયાન સતત 24X7 કામગીરી કરી એપ્રિલથી ઓગસ્ટ મહિનામાં 10758 દર્દીઓને સારવાર અર્થે હોસ્પીટલમાં પહોચાડ્યા હતા. જરુર પડી ત્યાં સ્થળ ઉપર પણ સારવાર કરાઈ હતી. જિલ્લામાં કાર્યરત કોવિડને લગતી ખાસ એમ્બ્યુલન્સ મારફતે માર્ચથી અત્યાર સુધી 474 જેટલા શંકાસ્પદ અથવા તો પોઝીટીવ દર્દીઓને વડોદરા તથા છોટાઉદેપુરની કોવિડ હોસ્પીટલમાં દાખલ કરાયા છે.

આ અંગે વધુમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના સૂત્રોના જણાવ્યાનુસાર કોરોના મહામારીના સમય દરમિયાન પણ કોરોના વોરીયર્સ એવા 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ સતત લોકોની સેવામાં હાજર રહી છે.છોટાઉદેપુર જિલ્લામાં એપ્રિલથી ઓગસ્ટ સુધી 587 જેટલા અકસ્માતના, પ્રસૃતી સંબંધિત 5480, કાર્ડિયાક સંબંધી 162, શ્વાસને લગતા 310 જેટલા દર્દીઓને હોસ્પીટલ સુધી પહોચાડ્યા છે. મહિના મુજબ એપ્રિલમાં કુલ 2126, મેમાં 212, જૂનમાં 2301, જુલાઇમાં 2267 અને ઓગસ્ટમાં 135 દર્દીઓને સારવાર અર્થે હોસ્પીટલમાં પહોચાડ્યા છે. માર્ચ મહિનાથી અત્યાર સુધી કોરોના શંકાસ્પદ અથવા તો પોઝિટિવ અંદાજિત 474 જેટલા દર્દીઓને સહી સલામત રીતે છોટાઉદેપુર કોવિડ હોસ્પીટલમાં તેમજ વડોદરાની કોવિડ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.”

અન્ય સમાચારો પણ છે...