તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સંખેડા તાલુકામાં કોરોનાનાં નવા12 કેસ સાથે કુલ 177

સંખેડા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 157 દર્દી સારવાર મેળવીને ડિસ્ચાર્જ થયા છે, હાલમાં સારવાર અર્થે 15 દર્દી એડમિટ

સંખેડા તાલુકામાં કોરોનાના 12 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સંખેડા તાલુકાના ભાટપુર ગામે 4, માંજરોલ ગામે 3, ગુંડીચામાં 2, વાસણા-આનંદપુરા અને કાવીઠામાં 1-1 કોરોનાનો કેસ નોંધાયો હતો. એક જ દિવસમાં તાલુકામાં 12 જેટલા કોરોનાના કેસ નોંધાયા.

છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના આરોગ્ય અધિકારી ડો.એમ.આર.ચૌધરી દ્વારા મોડી સાંજે જાહેર કરાયેલી અખબારી યાદી મુજબ સંખેડા તાલુકામાં કોરોનાના નવા 12 કેસ સંખેડા તાલુકામાં નોંધાયા છે. જેમાં વાસણા ગામે 78 વર્ષીય પુરુષ, ભાટપુર ગામે 45 વર્ષીય પુરુષ, 43 વર્ષીય મહિલા, 71 વર્ષીય પુરુષ, 19 વર્ષીય પુરુષ, આનંદપુરા ગામે 60 વર્ષીય મહિલા, કાવીઠા ગામે 59 વર્ષીય મહિલા, માંજરોલ ગામે 21 વર્ષીય મહિલા, 74 વર્ષીય પુરુષ અને 25 વર્ષીય પુરુષ, ગુંડીચા ગામે 28 વર્ષીય મહિલા અને 18 વર્ષીય પુરુષ કોરોના સંક્રમિત થયા છે.

સંખેડા તાલુકામાં શનિવારે 12 કોરોના પોઝિટિવ કેસ સાથે અત્યાર સુધીના કોરોનાના કુલ કેસ 177 થયા છે. જેમાંથી 157 દર્દી સારવાર મેળવીને ડિસ્ચાર્જ થયા છે. હાલમાં સારવાર અર્થે 15 દર્દી એડમિટ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો