તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:એક કાંટા ઉંદરને તરગોળના જંગલમાં મુક્ત કરાયો

સંખેડા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
તરગોળના જંગલમાં મુક્ત કરાયો એક કાંટા ઉંદર. - Divya Bhaskar
તરગોળના જંગલમાં મુક્ત કરાયો એક કાંટા ઉંદર.
 • વેચાણ કરવા જતા દલાલો સાથે કુલ 5 ઝડપાયા હતા

સંખેડા તાલુકાના શેરપુરા-ખંડુપુરા વચ્ચેથી શેડો(કાંટાળો ઉંદર) 14.50 લાખ રૂપિયામાં વેચવા આવેલા શખ્શોની અટકાયત બાદ આજે મુદ્દામાલ તરીકે મળેલો શેડો(કાંટાળો ઉંદર)ને તરગોળના જંગલમાં કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો છે.શેડો સંખેડા તાલુકાના શેરપુરા-ખંડુપુરા ગામ વચ્ચે વેચતા પાંચ શખ્શો ઝડપાયા હતા.તેમની પાસેથી શેડો(કાંટાળો ઉંદર) રિકવર કરવામાં આવ્યો હતો. આ શેડોને જંગલખાતાના ઉચ્ચ અધ્કારીઓની સૂચના મુજબ નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવાનો હતો.સંખેડા આર.એફ.ઓ. એન.ટી.બારીયાના જણાવ્યાનુસાર શેડો(કાંટાળો ઉંદર)ને તરગોળના જંગલમાં નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખન્ય છે કે સંખેડા તાલુકાના શેરપુરા-ખંડુપુરા વચ્ચેથી શેરપુરાના અરવિંદભાઇ વિઠ્ઠલભાઇ તડવીને આ વિસ્તારની સીમમાંથી શેડો(કાંટાળો ઉંદર) મળ્યો હતો. શેડો(કાંટાળો ઉંદર)નો ઉપયોગ તાંત્રીક વિધિમાં થાય છે. તેનું વેચાણ કરવા જતા દલાલો સાથે કુલ પાંચ વ્યક્તિઓ જંગલખાતાએ ઝડપી કાઢી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો