લમ્પી વાઈરસ:સંખેડામાં શંકાસ્પદ લમ્પી વાઇરસના લક્ષણ ધરાવતી ત્રીજી ગાય મળી આવી

સંખેડા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંખેડામાં લંપી વાઇરસનો 3જો શંકાસ્પદ કેસ જોવા મળી આવતા આઈસોલેટ કરાઈ. - Divya Bhaskar
સંખેડામાં લંપી વાઇરસનો 3જો શંકાસ્પદ કેસ જોવા મળી આવતા આઈસોલેટ કરાઈ.
  • ત્રણેય ગાયને તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં આઇસોલેટ કરાઈ
  • સંખેડા નગરમાં છેલ્લા 4 દિવસમાં ત્રીજો કેસ મળી આવ્યો

સંખેડા નગરમાં ચાર દિવસમાં શંકાસ્પદ લમ્પી વાઈરસનો ત્રીજો કેસ જોવા મળ્યો છે. ત્રણેય ગાયને સંખેડા જૂની પડેલી તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં આઇસોલેટ કરાઈ છે. સંખેડા ખાતે જંગલ ખાતાની ઓફિસના પટાંગણમાં એક ગાય પડતી જોવા મળી હતી. જેના શરીર ઉપર લમ્પી વાઈરસના લક્ષણો જોવા મળ્યા હતા. જેથી આ બાબતે તાત્કાલિક જંગલ ખાતાની કચેરી દ્વારા સંખેડા ગ્રામ પંચાયતને તેમજ પશુ ચિકિત્સકને જાણ કરાઇ હતી. જે બાદ સંખેડા ગ્રામ પંચાયત દ્વારા આ શંકાસ્પદ લમ્પી વાઈરસના લક્ષણો ધરાવતી ગાયને તાત્કાલિક સંખેડા તાલુકા પંચાયત કચેરી જ બંધ હાલતમાં છે.

ત્યાં આગળ લઈ આવ્યા હતા.અત્રે આ ગાયને આઇસોલેટ કરાઇ છે. આ સાથે અત્રે કુલ ત્રણ ગાયોને આઇસોલેટ કરાઈ છે.આ બાબતે વધુ માહિતી આપતા સંખેડાના પશુ ચિકિત્સક ડો.હાર્દિક બારોટે જણાવ્યું હતું કે,”આજે જંગલ ખાતાની ઓફિસ પાસેથી એક શંકાસ્પદ લમ્પી વાઈરસના લક્ષણો જણાતા તે ગાયને આઇસોલેટ કરાઈ છે. કુલ ત્રણ શંકાસ્પદ લમ્પી વાઈરસના લક્ષણો ધરાવતી ગાયોને આઇસોલેટ કરાઈ છે. આ સિવાય એક શંકાસ્પદ લમ્પી વાઈરસના લક્ષણો ધરાવતી ગાયને રસીકરણ કરાયા બાદ તેની તબિયત સારી થયેલી છે’.

સંખેડામાં ફરતી ગાયોનું વેક્સિનેશન કરવા આયોજન
સંખેડા ગામમાં ફરતી ગાયોનું વેક્સિનેશન કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરાયું છે. ગામના વિવિધ વિસ્તારોમાં ફરતી ગાયોને એક જ જગ્યાએ વેક્સિનેશન કરવા માટે વેટરનરી ડૉકટરને વાત કરીને એ મુજબનું આયોજન કર્યું છે. ગામમાં 3 ગાયોને શંકાસ્પદ લમ્પી વાઇરસ જોવા મળ્યા છે. આ ગાયોને આઇસોલેટ કરવામાં આવેલ છે. આ ગાયો ગામમાં ફરતી રહેતી હતી. જેથી અન્ય કોઈ ગાયને આ ચેપ ન લાગે એ માટે વેક્સિનેશનનું આયોજન કરાયું છે. - હિતેશ વસાવા, ડેપ્યુટી સરપંચ, સંખેડા

અન્ય સમાચારો પણ છે...