મંદિર પાણીમાં ધરાશાયી:નકુલેશ્વર મહાદેવના ડૂબી ગયેલા શિવલિંગને શોધવા ત્રીજો પ્રયાસ

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શિવલિંગ શોધવા કવાયત હાથ ધરવામાં આવી હતી. - Divya Bhaskar
શિવલિંગ શોધવા કવાયત હાથ ધરવામાં આવી હતી.
  • ઉચ્છ નદીમાં પાણી આવતાં મંદિર પાણીમાં ધરાશાયી થયું હતું
  • 2 વાર શોધવામાં નિષ્ફળતા મળતાં હવે JCBની મદદ લેવાઇ

સંખેડા તાલુકાના પ્રસિદ્ધ એવા નકુલેશ્વર મહાદેવજીના ખોવાયેલા શિવલિંગને શોધવા માટે જેસીબી મશીન દ્વારા પ્રયાસ કરાયો હતો. પરંતુ શિવલિંગ મળ્યું નહીં. ઉચ્છ નદીમાં પાણી આવતા મંદિર પાણીમાં ધરાશાયી થયું હતું.

સંખેડા-હાંડોદ રોડ વચ્ચે ઉચ્છ નદીના કિનારે આવેલા પ્રસિદ્ધ એવા અર્જુનના મહાદેવજીના મંદિરની પાછળ જ નકુલેશ્વર મહાદેવજીનું મંદિર હતું. સ્વયમ પાંડવો દ્વારા સ્થાપિત આ શિવાલયો હતા. જુલાઈ મહિનામાં આવેલા અતિ ભારે વરસાદને કારણે ઉચ્ચ નદી ગાડીતુર બની હતી. અને જેને કારણે ઉચ્છ નદીના કિનારે આવેલ નકુલેશ્વર મહાદેવજીનું મંદિર પાણીમાં ધરાશાયી થયું હતું.

નદીના ધસમસતા પાણીમાં આખું મંદિર ધરાશાયી થયા બાદ આ મંદિરમાં રહેલા શિવલિંગને શોધવા માટે જે દિવસે આ દુર્ઘટના સર્જાય તે દિવસે સાંજે જ ભોઈ સમાજના યુવાનો દ્વારા આ શિવલિંગને શોધવા મહેનત કરાઈ હતી. નદીના ઊંડા પાણીમાં ડૂબકી લગાવી શિવલિંગ શોધવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ત્યારે પણ શિવલિંગ મળ્યું નહોતું.

જે બાદ વધુ એક વખત પ્રયત્ન પણ કરાયો હતો. પણ ત્યારે શિવલિંગ મળ્યું નહોતું. ઉચ્છ નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થતાં હવે જેસીબી મશીન લાવીને અહીંયા ખોદકામ કરી જે શિવલિંગ શોધવાનો પ્રયત્ન કરાયો હતો. પરંતુ શિવલિંગ મળ્યું નહોતું.

શિવલિંગ શોધવા આ ત્રીજી વખત પ્રયત્ન કરાયો
શિવલિંગ શોધવા આ ત્રીજી વખત પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઉચ્છ નદીમાં ધરાશાયી થયેલા નકુલેશ્વર મહાદેવ મંદિર આખું જ ધરાશાયી થયું હતું. આ શિવાલયનો પોઠિયો, કાચબો અને શિવલિંગ તેમજ માતાજીની પ્રતિમા નદીમાં ધરાશાયી થયા હતા. શિવાલયના શિવલિંગને શોધવા માટે પહેલી વખત ભોઇ સમાજના તરવૈયાઓ અને એ બાદ બાર ફળિયાના યુવાનો દ્વારા ડૂબકીઓ લગાવીને પ્રયાસ કરાયો હતો. આ ત્રીજી વખત જેસીબી મશીન લાવીને શિવલિંગ શોધવા પ્રયાસ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...