એનિમલ રેસ્ક્યુ ટીમ કાર્યરત:હાંડોદ-અર્જુનનાથ મંદિર વચ્ચે રોડ ક્રોસ કરતો અજગર દેખાયો

સંખેડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બહાદરપુરના યુવકે અજગરનો વીડિયો ઉતારી એનિમલ રેસ્ક્યુ ટીમને આપ્યો

સંખેડા તાલુકાના હાંડોદ-અર્જુનનાથ મંદિર વચ્ચેના રોડને ક્રોસ કરતો અજગર જોવા મળ્યો. ઇન્દ્રાલ ગામેથી પૂનમના દર્શન કરીને પરત આવતા બહાદરપુરના યુવકે વિડિયો ઉતાર્યો હતો.સંખેડા તાલુકાના હાંડોદ-અર્જુનનાથ રોડ ઉપર બુધવારે રાત્રે એક અજગર બિંદાસ રોડ ક્રોસ કરતો જોવા મળ્યો હતો. સંખેડા તાલુકાના વિવિધ ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી અજગર, સાપ, મગર તેમજ દિપડા જેવા વન્ય પ્રાણીઓ જોવા મળ્યા છે.

જેને લઇને સામાન્ય લોકોમાં ભયની લાગણી પણ છે. એમાંય બુધવારે રાત્રીના સમયે એક અજગર બિંદાસ જાણે રોડ ઉપર ટહેલવા નિકળ્યો હોય એવું દૃશ્ય જોતા જ અહિંયાથી પસાર થતા યુવાનો પણ એકદમ ચકિત થઇ ગયા હતા.બહાદરપુરના યુવાનો બુધવારે શરદપૂનમ હોઇ દર્શન કરવા માટે ઇન્દ્રાલ ગામે આવેલા રણછોડજી મંદિરે ગયા હતા. ત્યાંથી તેઓ પરત આવતા હતા. ત્યારે અજગર રોડ ક્રોસ કરતો નજરે પડ્યો હતો. તેનો વિડિયો પણ આ યુવનોએ ઉતાર્યો હતો. અજગરનો વિડિયો બહાદરપુર એનિમલ રેસ્ક્યુ ટીમના સચિન પંડીતને આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...