તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:આકાખેડાના પ્રગતીશિલ ખેડૂતે કાળા ઘઉંની ખેતી કરી

સંખેડા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
આકાખેડાના ખેડૂતે કાળા ઘઉંની ખેતી કરી તેની માહિતી આપી હતી. - Divya Bhaskar
આકાખેડાના ખેડૂતે કાળા ઘઉંની ખેતી કરી તેની માહિતી આપી હતી.
 • ઘઉંના બિયારણ ગૌતમભાઈ નાબી સંસ્થા થકી પંજાબથી લાવ્યા હતા
 • કાળા ઘઉંથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તેની બનેલી રોટલી પચવામાં પણ સરળ હોય છે

સંખેડા તાલુકાના આકાખેડા ગામના પ્રગતીશીલ ખેડૂત ગૌતમભાઇએ કાળા ઘંઉની ખેતી કરી હતી. આ વિસ્તારમાં કાળા ઘંઉની ખેતી પ્રથમ વખત થઇ છે. ઘંઉનું બિયારણ નાબી સંસ્થા પંજાબથી લાવ્યા હતા. કાળા ઘંઉથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. સંખેડા તાલુકાના આકાખેડા ગામે ખેતી કરતા પ્રગતીશીલ ખેડૂત ગૌતમભાઇએ પોતાના ખેતરમાં બટાટાની ખેતી જે ભાગ્યે જ આ વિસ્તારમાં થઇ હશે એની પણ સારી ખેતી કરી હતી. ગૌતમભાઇએ તેમના ખેતરમાં કાળા ઘંઉની ખેતી કરી હતી. જે અંગે વધુ માહિતિ આપતા ગૌતમભાઇએ જણાવ્યુ હતુ કે, ‘નાબી સંસ્થા પંજાબથી કાળા ઘંઉનું બિયારણ લાવ્યા હતા. અને ખેતરમાં વાવ્યા હતા. સામાન્ય ઘંઉની જે ટ્રીટમેંટ આપવામાં આવે છે. એવી જ ટ્રીટમેંટ આપવાની હોય છે.

સમયગાળો પણ એટલો જ લાગે છે. અને ઉતારો પણ એટલો જ મળે છે. પણ કાળા ઘંઉથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ ઘંઉના લોટની રોટલી પચવામાં પણ સરળ હોય છે. ટેસ્ટ પણ લગભગ સરખો જ હોય છે. પણ રંગ જુદો હોય છે. નોર્મલ ઘંઉમાં એંટોસાઇનિસ 4થી 5 પીપીએમ હોય છે. જ્યારે કાળા ઘંઉમાં એંટોસાઇનિસનું પ્રમાણ 100થી 120 પીપીએમ જેટલું હોય છે. જોકે ભાવની દૃષ્ટી નોર્મલ ઘંઉ કરતા કાળા ઘંઉનો ભાવ દોઢા ગણા કરતા વધારે હોય છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો