કાર્યવાહી:મજૂરીના નાણાં નહીં ચૂકવનાર લેબર કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુરમાં વેરહાઉસના બાંધકામની મજૂરી પેટે આપેલા ચેક રિટર્ન થયા
  • કોર્ટમાં​​​​​​​ પણ ચેક રિટર્ન બાબતે વડોદરાના કોન્ટ્રાક્ટર સામે અરજી દાખલ કરાઈ

છોટાઉદેપુર જિલ્લાના વાગલવાડા ખોસ ફળિયાના શખ્શને મજુરીકામના 83558 રૂપિયા ન આપીને અંગત કામમાં વાપરી નાખનારા લેબર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઈ છે. લેબર કોંટ્રાક્ટરે 83558 રૂપિયાના ચેક આપેલા જે ખાતામાં નાણા ન હોવાના કારણે પરત ફર્યા હતા. ખોસ ફળિયા વાગલવાડા ગામના દેવલાભાઇ ભુલ્લાભાઇ રાઠવાએ નોંધાવેલી પોલીસ ફરીયાદ મુજબ વર્ષ 2018માં મેહુલભાઇ ખાટ તેમના ઘરે આવેલા અને લેબર કોન્ટ્રાક્ટર હોવાનું જણાવીને ઓરસંગ નદી કિનારે વેર હાઉસના પાયામાં ખોદકામમાં પથ્થર આવી ગયા હોઇ બ્લાસ્ટીંગ કરવાનું હોવાનુ જણાવેલ હતું.

જેથી બ્લાસ્ટીંગનું મશીન અને ટ્રેક્ટર લઇ બીજા દિવસે તેઓ તેમના છોકરા સાથે ગયા હતા. પાંચ દિવસમાં બ્લાસ્ટીંગનું કામ પુરુ થઇ ગયું હતું. પછી મેહુલભાઇએ બાંધકામ માટે મજુરો શોધી આપવાનું કહેતા મજુરો શોધી લાવેલા અને રોજ નક્કિ કર્યો હતો. કુલ મજુરી 83558 રૂપિયા થઇ હતી. જેથી મેહુલભાઇને જાણ કરતા તેઓએ બે ચેક જેમાંથી એક રૂા.22308નો અને બીજો 61250 રૂપિયાનો આપેલો હતો. એ પૈકીનો 61250 રૂપિયાનો ચેક બેંકમાં ભર્યો હતો. પણ ચાર દિવસ પછી પૈસા ઉપાડવા ગયા ત્યારે ખબર પડી કે ચેક રિટર્ન થયો હતો. બીજો ચેક પણ રિટર્ન થયો હતો.

જેથી મેહુલભાઇ ખાટને ફોન કરતા તેણે રોકડા ચુકવી આપવા જણાવેલ હતું. પણ વારંવાર કહેવા છતા નાણાં આપ્યા નહોતા. જેથી આ બે ચેક બાબતે ચેક રિટર્ન બાબતેની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ કામના લેબર કોંટ્રાક્ટર મેહુલભાઇ ખાટ રહે. વિલાસ સોસાયટી, આજવા રોડ, વડોદરા વિરુદ્ધ છેતરપીંડી બાબતે આઇ.પી.સી. 406 અને 420 મુજબ છોટાઉદેપુર પોલીસ મથકે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...