સામાન્ય સભા:બહાદરપુરના ડેપ્યૂટી સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બહાદરપુર ગ્રામ પંચાયતના ડેપ્યૂટી સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી. - Divya Bhaskar
બહાદરપુર ગ્રામ પંચાયતના ડેપ્યૂટી સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી.
  • 3 માસ અગાઉ જ હિતેન્દ્ર દેસાઇ ડેપ્યૂટી સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા
  • 11માંથી 8 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મતદાન કર્યું

સંખેડા તાલુકાના બહાદરપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે. 8 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે 3 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. સંખેડા તાલુકાના બહાદરપુર ગ્રામ પંચાયતના ડે. સરપંચ હિતેન્દ્રભાઈ ત્રિવેદી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત ગ્રામ પંચાયતના સભ્યોએ રજુ કરી હતી. જે અન્વયે સોમવારે સંખેડા તાલુકાની બહાદરપુર ગ્રામ પંચાયતમાં ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. આ સામાન્ય સભામાં અત્યારથી અધિકારી તરીકે રાજુભાઈ ઢોરકોલી ઉપસ્થિત રહ્યા હતા.

ખાસ સામાન્ય સભામાં માત્ર અવિશ્વાસની દરખાસ્તના મુદ્દે મતદાન થવાનું હતું. જેમાં ગ્રામ પંચાયતના કુલ 10 સભ્યો અને સરપંચે મતદાનમાં ભાગ લીધો હતો. કુલ 8 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે 3 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તના વિરોધમાં મતદાન કર્યું હતું. આમ બહુમતી સભ્યોથી ડેપ્યુટી સરપંચ હિતેન્દ્રભાઈ ત્રિવેદી વિરુદ્ધ દરખાસ્ત પસાર થઈ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં જ્યારે ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઇ હતી. ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ ભૌમિક દેસાઈની પેનલના સાત સભ્યો ચૂંટાયા હતા.

જ્યારે અન્ય પેનલના ત્રણ સભ્યો ચૂંટાયા હતા. ચૂંટણીના દિવસે બપોરે 12 વાગ્યા સુધીમાં ઉમેદવારી પત્ર ભરીને રજૂ કરવાનું હતું. પરંતુ આ સમય મર્યાદામાં સરપંચની પેનલના કોઈ સભ્ય ઉમેદવારીપત્ર રજૂ કર્યું નહોતું. ત્યારે સામેની પેનલના ત્રણ સભ્યો પૈકી કે હિતેન્દ્રભાઈ ત્રિવેદી ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું. એ ઉમેદવારીપત્ર માન્ય રહ્યું હતું. એક જ ઉમેદવારી પત્ર ડેપ્યુટી સરપંચ પદ માટે આવેલું હોઇ તે વખતે તેમને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. પણ આ ડેપ્યુટી સરપંચ પદ મળ્યાને માંડ 3 મહિના જ થયા ત્યાં તેમની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે.

અન્ય સમાચારો પણ છે...