તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કોસીન્દ્રા-ચિખોદ્રા વચ્ચે 11 કરોડ રૂપિયાના ખર્ચે નવો પુલ બનશે

સંખેડા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આવતા વર્ષે પુલનું મોટાભાગનું કામ પૂર્ણ થશે
 • પુલ બનવાથી 15થી 20 જેટલા ગામોના લોકોને ફાયદો થશે

કોસિન્દ્રા-ચિખોદ્રા વચ્ચે હેરણ નદી ઉપરનો નવો પુલ મંજૂર થયા બાદ તેનો વર્કઓર્ડર પણ અપાઇ ગયો છે. 12 મહિનાની પુલ બનાવવાની અવધી છે. સંભવત આવતી દિવાળી સુધી પુલનું મોટાભાગનું કામ પુરુ થાય એવી શક્યતા છે. 11 કરોડ રૂપિયાના ખર્ચે આ પુલ બનશે. 192 મીટર લાંબો 16 ગાળાનો પુલ બનવાથી 15થી વધુ ગામોના લોકોને ફાયદો થશે.

કોસીન્દ્રા-ચિખોદ્રા વચ્ચે હેરણ નદી ઉપરનો લો લેવલ પુલ હેરણ નદીમાં પાણી આવતા એક સાઇડેથી ગત વર્ષે ચોમાસા દરમિયાન તૂટી ગયો હતો. જેના કારણે નસવાડી, જેતપુર પાવી અને બોડેલી તાલુકાના આ વિસ્તારના ગામોને હાઇવે સાથે જોડાયેલા હતા. તેમને મુશ્કેલી સર્જાઇ હતી પણ નવા હિન્દુ કેલેન્ડર વર્ષમાં આ પુલ અંગે નક્કર કાર્યવાહી થશે. આ બાબતે બોડેલી સ્ટેટ આર એન્ડ બીના ડેપ્યુટી એન્જિનિયર ગૌતમભાઇ રાણાએ જણાવ્યું હતું કે,‘‘નવો પુલ હવે હાઇ લેવલનો બનશે. 11 કરોડ રૂપિયાના ખર્ચે આ પુલ બનશે.

આ કામનો વર્કઓર્ડર આપી દેવાયો છે. ટૂંક સમયમાં તેનું ખાત મુહુર્ત થશે. નવો પુલ 192 મીટર લાંબો અને 16 ગાળાનો બનશે. પુલ બનવાથી નસવાડી,બોડેલી, જેતપુર પાવી તાલુકાના આ વિસ્તારના આશરે 15થી 20 ગામોના લોકોને ફાયદો થશે. આવતા વર્ષ સુધીમાં મોટા ભાગનું કામ થઇ જશે..’’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો