તપાસ:ભાટપુર-ઝરવણ રોડ પરથી ચાર સંતાનોની માતાનું અપહરણ કરાયું

સંખેડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ રોડ ક્યાં જાય છે પૂછીને ઇકો કારમાં આવેલા 4 શખ્સોએ મહિલાનું અપહરણ કર્યું

સંખેડા તાલુકાના ભાટપુર-ઝરવણ રોડ પરથી એક મહિલાનું ચાર શખ્સો ઇકો ગાડીમાં અપહરણ કરી જતાં ચકચાર મચી હતી. સંખેડા તાલુકાના ભાટપુર-ઝરવણ રોડ ઉપર આવેલા ખેતરમાં રિનેશ ડુંગરાભીલ મજૂરી કરે છે. તા.2 સપ્ટેમ્બરે સવારે તેઓ તેમની પત્ની સકીલાબેન, બહેન સકુનાબેન અને માતા સુમીબેન સાથે ભાટપુર ગામ નજીક માજી સરપંચ બબુભાઇ પટેલના ભાટપુર-ઝરવણ રોડ પરના ખેતરે મજૂરી કરવા ગયા હતા. ત્યાં રિનેશ અને તેની પત્ની સકીલા ખેતરમાં કપાસનું બિયારણ મુકતા હતા.

તેની માતા સુમીબેન અને બહેન સકુના બાજુના ખેતરમાં દવા છાંટતા હતા. તે વખતે દવા છાંટવાના પંપમાં પાણી ભરવા માટે રોડ પાસે આવેલા નર્મદા કેનાલના પાણીના વાલ્વ પાસે ગયા હતા. તે વખતે કાળા રંગની એક ઇકો ગાડી ઝરવણ તરફથી આવી તેમની પાસે ઉભી રહી હતી. ત્રણ અજાણ્યા માણસો ઇકોમાંથી ઉતર્યા અને સુમીબેનને આ રોડ ક્યાં જાય છે? તેમ પૂછીને તેમને પકડી લીધી હતી.

જેથી તેને બચાવવા માટે સકુનાએ પ્રયત્ન કરતા તેને ધક્કો મારીને પાડી દીધી હતી અને સુમીબેનને પકડીને બળજબરીથી ગાડીમાં બેસાડી ભાટપુરમાં જવાના રોડ તરફ ભાગી ગયો હતો. જેથી રિનેશ તપાસ કરવા ગયો પણ ગાડી જોવા મળી નહોતી. આ બાબતે રિનેશે તેની માતાનું અપહરણ કરનારા અજાણ્યા ચાર વિરુદ્ધ સંખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...