તપાસ:છોટાઉદેપુર સબજેલમાંથી મોબાઇલ ફોન મળી આવ્યો

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગટરની કુંડીમાંથી બિનવારસી હાલતમાં મોબાઈલ મળ્યો
  • સિમકાર્ડ, બેટરી વગરનો મોબાઈલ મળતાં ફરિયાદ નોંધાઈ

છોટાઉદેપુર સબજેલમાંથી સિમકાર્ડ અને બેટરી વગરનો મોબાઇલ ફોન મળી આવ્યો. સ્ટોરરૂમની પાછળની બાજુમાં આવેલ ગટરની કુંડીમાંથી બિન વારસી હાલતમાં મોબાઇલ ફોન મળી આવ્યો હતો. અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી દ્વારા છોટાઉદેપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવાઇ છે.

છોટાઉદેપુર સબજેલની અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઇ હતી. આ તપાસ દરમિયાન સબજેલમાં સ્ટોરરૂમની પાછળની બાજુમાં આવેલ ગટરની પ્રથમ કુંડીમાં બિનવારસી હાલતમાં નેવી બ્લુઅ રંગનો ઇંટેલ કંપનીનો મોબાઇલ ફોન સિમકાર્ડ અને બેટરી વગરનો મળી આવ્યો હતો. જેની કિમત આશરે 1000 રૂપિયા થતી હતી. ફોન ગટરમાંથી કાઢેલ હોય અને બંધ હાલતમાં હોવાના કારણે આઇ.એમ.ઇ.આઇ. નંબર જાણી શકાયો નહોતો.

અન્ય સમાચારો પણ છે...