તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:પ્રશ્નોને વાચા આપવા છોટાઉદેપુર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની બેઠક મળી

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંખેડા અને બોડેલી તાલુકાની ટીમની રચના કરાઈ

છોટાઉદેપુર જિલ્લામાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની રચના થયેલ છે. અને શૈક્ષીક મહા સંઘ કેટલાય સમયથી છોટાઉદેપુર જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નોને વાચા આપે છે. છોટાઉદેપુર જિલ્લા શૈક્ષીક મહાસંઘના કાર્યથી શિક્ષકો પ્રભાવિત થઈને બહોળા પ્રમાણમાં સભ્ય પદ મેળવી રહ્યા છે. જે અંતર્ગત થોડા દિવસો અગાઉ નસવાડી તાલુકામાં શૈક્ષીક મહાસંઘની રચના કરવામાં આવી. અને આજે સંખેડા અને બોડેલી તાલુકા શૈક્ષીક મહાસંઘની નવીન ટીમની એક સાથે જાહેરાત કરાઈ છે.

જેમાં બોડેલી તાલુકા શૈક્ષીક મહા સંઘની ટીમમાં અધ્યક્ષ- ગઢવી અશોકકુમાર મનહરદાન, ખમા પુરા પ્રાથમિક શાળા, મહામંત્રી- રાઠવા રાકેશકુમાર રામસિંગભાઈ, ગજેન્દ્ર પુરા પ્રાથમિક શાળા, સહ મંત્રી 2-સોલંકી પ્રકાશકુમાર મીઠાલાલ નાની રાસ્કી પ્રાથમિક શાળા, પટેલ પ્રકાશકુમાર. એલ. થારકુવા પ્રા શાળા અને બોડેલી તાલુકામાંથી જિલ્લા શૈક્ષિક સંઘના હોદ્દેદાર તરીકે રાઠવા રાજુભાઈ હરસિંગભાઈ, ચુધેલી પ્રાથમિક શાળાના નામની વરણી કરવામાં આવેલ છે.

તેજ રીતે સંખેડા તાલુકા શૈક્ષિક મહાસંઘ ટીમમાં અધ્યક્ષ- પટેલ પરેશ કુમાર ડી. દિવાળી પુરા પ્રા શાળા, મંત્રી- પટેલ હિરેનકુમાર કે. સંખેડા કન્યા શાળા તેમજ શુક્લ મનિષકુમાર વી. રામસરી પ્રા શાળા., પ્રજાપતિ ગોપાલભાઈ જે. ફાફટ પ્રા શાળા, ગોહિલ વિજયકુમાર કે. ટીંબી પ્રા શાળાને તાલુકાની ટીમમાં વરણી કરવામાં આવેલ છે. સંખેડા તાલુકામાંથી જિલ્લા શૈક્ષિક સંઘના હોદ્દેદાર- પટેલ અજયકુમાર. સી. હરેશ્વર પ્રા. શાળાના નામની વરણી કરવામાં આવેલ છે. આ સમગ્ર રચના અંગેની બેઠકમાં છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહા સંઘના અધ્યક્ષ ઘનશ્યામ પંચોલી, મહામંત્રી યોગેન્દ્ર પટેલ ઉપાદયક્ષ નિતેશ રાઠવા, સંગઠન મંત્રી ઘનશ્યામ રાઠવા, મહિલા ઉપાદયક્ષ અલ્પાબેન પંચોલી, તેમજ નસવાડી તાલુકાની શૈક્ષીક મહા સંઘ ટીમ પણ હાજર રહી હતી.

અન્ય સમાચારો પણ છે...