કાર્યવાહી:ભાટપુર-ઝરવણ રોડ પરથી મહિલાના અપહરણમાં પ્રેમપ્રકરણ બહાર આવ્યું

સંખેડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહિલાના અપહરણમાં પ્રેમપ્રકરણ બહાર આવ્યું હતું. - Divya Bhaskar
મહિલાના અપહરણમાં પ્રેમપ્રકરણ બહાર આવ્યું હતું.
  • તું લઈ જા, નહીંતર દવા પી લઈશ કહી મહિલાએ પ્રેમીને બોલાવ્યો હતો
  • સંખેડા પોલીસ અને જિલ્લા LCBએ પ્રેમી-પંખીડાને મોરબીથી ઝડપી લીધા

સંખેડા તાલુકાના ભાટપુર-ઝરવણ રોડ પરથી મહિલાના અપહરણમાં પ્રેમપ્રકરણ નીકળ્યું હતું. મહિલાનું અપહરણ નહીં પણ પ્રેમી સાથે ભાગી ગઈ હતી. સંખેડા પોલીસ અને એલ.સી.બી. મોરબીથી મહિલા અને તેના પ્રેમીને પકડી લાવી હતી. સંખેડા તાલુકાના ભાટપુર રોડ ઉપરથી શુક્રવારે એક મહિલાનું ઈકો ગાડીમાં આવેલા ચાર શખ્સોએ અપહરણ કર્યું હોવાની વાત ફેલાઈ હતી. જોકે આ બાબતે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. પોલીસ ફરિયાદ બાદ પોલીસ દ્વારા આ અંગે વિવિધ ટીમો બનાવી અપહરણ કરાયેલી મહિલા સુમિબેનની અને તેનું અપહરણ કરનારાઓને શોધવા કવાયત હાથ ધરી હતી.

છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસ, એસ.ઓ.જી પોલીસ તેમજ સંખેડા પોલીસ દ્વારા આ મહિલાને શોધવા માટે વિવિધ ટીમો બનાવાઇ હતી. કોલ ડિટેલ અને સીસીટીવી કેમેરાની પણ ચકાસણી કરાઈ હતી. જોકે પોલીસને મહિલાનું અપહરણ કરનાર શખ્સની ભાળ મળી હતી. તેના કોલ ડીટેલ પરથી તેનું મોરબીનું લોકેશન મળતાં સંખેડા પીએસઆઇ એ.આર.ડામોર તેમજ છોટાઉદેપુર એલસીબીની ટીમ મોરબી પહોંચી હતી. જ્યાં મહિલાનું અપહરણ કરનારને ઝડપી લઇ સંખેડા લાવી હતી.આ શખ્સની સાથે મહિલાને પણ સંખેડા લવાઈ હતી. પોલીસ દ્વારા આ શખ્સની તેમજ મહિલાની આકરી પૂછપરછ કરાઈ હતી.

આ શખ્સનું નામ સંજયભાઈ મણીલાલભાઈ સોલંકી રહે.મેઘપર તા.માળિયા જી.મોરબી હતું. જ્યારે આ મહિલાનું નામ સુમીબેન હતું. સંખેડા પોલીસના જણાવ્યા મુજબ બંને વચ્ચે એક વર્ષથી પ્રેમસંબંધ હતો. સંજય સોલંકીના કાકા તળેટી ગામે કાકડીની ખેતી કરતા હતા એટલે તે અહીં આવતો હતો. સુમિબેન ત્યાં મજૂરી કરવા આવતી હતી. બંનેએ મોબાઈલ નંબરની આપ લે કરી હતી.

સંજય મહિનામાં બે ત્રણ વખત અહીંયા આવતો અને તેને આસપાસની ઝાડીમાં, ખેતરમાં મળતો હતો.5 દિવસ પહેલાં સુમીબેને સંજયને ફોન કરીને કહ્યું હતું કે તું મને લઈ જા નહીતર હું દવા પીને મરી જઈશ જેથી તે મોરબીથી અહીં આવ્યો હતો અને ઇકો ગાડી ભાડે કરી તેમાં તેને લઈ ગયો હતો. પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરતાં આ અપહરણની ઘટના ઉપજાવી કાઢવામાં આવી હોવાનું તેમ જ આ બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રેમી કુંવારો, પ્રેમિકા ચાર સંતાનની માતા
આ મામલો અપહરણ નહીં પરંતુ પ્રેમિકા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. સંજય સોલંકી કુવારો છે. જ્યારે તેની સાથે ભાગી જનાર મહિલા સુમિબેન ચાર સંતાનોની માતા છે.

3 મહિનામાં 600 વખત વાતચીત થઈ હતી
સુમી બેન અને તે તેના પ્રેમી સંજય સોલંકી વચ્ચે ત્રણ મહિનામાં 600 વખત વાતચીત થઈ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. એક વર્ષથી આ પ્રેમપ્રકરણ ચાલતું હતું. મોબાઇલની કોલ ડીટેલ અને તેના લોકેશનના આધારે પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢયો હતો.

અન્ય સમાચારો પણ છે...