તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સંખેડામાં સરકારી કચેરીમાં જ લીમડાની મોટી ડાળી તૂટી પડી

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંખેડામાં ભાગોળે પંચાયત મકાન અને માર્ગ પેટાવિભાગની કચેરીમાં આવેલ લીમડાની મોટી ડાળી કડડભૂસ કરતી તૂટી પડી હતી. - Divya Bhaskar
સંખેડામાં ભાગોળે પંચાયત મકાન અને માર્ગ પેટાવિભાગની કચેરીમાં આવેલ લીમડાની મોટી ડાળી કડડભૂસ કરતી તૂટી પડી હતી.
  • મકાન-માર્ગ પેટા વિભાગની કચેરીમાં ઝાડની ડાળી પડી
  • પાણીની ટાંકી ડાળીઓ નીચે દબાઇ, વાયરો તૂટી ગયા

સંખેડામાં ભાગોળે નાયબ કાર્યપાલક ઇજનેર પંચાયત મકાન અને માર્ગ પેટાવિભાગની કચેરીમાં આવેલ લીમડાની મોટી ડાળી કડડભૂસ કરતી તુટી પડી હતી. સદનસીબે રજા હોઇ કોઇને ઇજા થઈ ન હતી. પાણીની પ્લાસ્ટીકની ટાંકી ડાળીઓ નીચે દબાઇ,વાયરો તુટ્યા હતા.

સંખેડા ખાતે આવેલ નાયબ કાર્યપાલક ઇજનેર મકાન અને માર્ગ પેટાવિભાગની કચેરીના પટાંગણમાં લીમડાનું એક મોટુ ઝાડ છે. બપોરે આશરે બારેક વાગ્યાના સુમારે લીમડાના આ ઝાડની મોટી ડાળી કડડભૂસ કરતી તુટી પડી હતી. લીમડાની મોટી ડાળ તુટી પડતા જોરદાર અવાજ થતા આસપાસના દુકાનદારોમાં એક ઘડી માટે ભયની લાગણી ફેલાઇ હતી.

સૌ કોઇ જોવા બહાર નિકળી પડ્યા હતા. જોકે લીમડાની મોટી તુટી પડેલી ડાળીના કારણે સદનસીબે કોઇને કોઇ ઇજા થઇ નહોતી. ચોથો શનિવાર હોઇ રજાને લીધે અહિયા કોઇ અનિચ્છ્નિય બનાવ બન્યો નહોતો. જોકે લીમડાની ડાળી તુટીને નીચે પડી તેમાં પાણીની પ્લાસ્ટીકની ટાંકી દબાઇ હતી.કેટલાક વાયરો પણ ઝાડની ડાળી સાથે તુટી ગયા હતા.

ગત વર્ષે 15 ઓગસ્ટે પણ લીમડાની ડાળ તૂટી હતી
આજ ઓફીસના પ્રવેશદ્વાર પાસે ગત વર્ષે 15મી ઓગસ્ટના દિવસે લીમડાની ડાળ તુટી હતી. જેના કારણે કચેરીનું બોર્ડ વાંકુ વળી ગયું હતું. અને એક દરવાજાને નુકશાન થયું હતું. લીમડાની અહિંયા ઘણી મોટી ડાળીઓ છે. પ્રિમોનસૂન કામગીરી બાબતે તંત્રની બેદરકારી પણ છતી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...