સંખેડા તાલુકામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધનો કડકાઈથી અમલ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવા સંખેડા તાલુકા પંચાયતમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા માર્ગદર્શન અપાયું. સંખેડા તાલુકા પંચાયતમાં સંખેડા તાલુકાના સરપંચ અને તલાટી ઓની સંયુક્ત મિટિંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા યોજવામાં આવી હતી જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાંથી ક્રિષ્નાભાઈ,સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈ,તાલુકા વિકાસ અધિકારી ભૂમિકા રાઓલ ઉપસ્થિત રહ્યા હતા.
તા.1 જુલાઈથી સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.તેમ છતાં પણ હજી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે.સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવા માટે આજે યોજાયેલી આ મિટિંગમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સરપંચો અને તલાટીઓ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ સદંતર બંધ થાય તે માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક વેચનારાઓને ત્યાં આકસ્મિક તપાસ કરવા, દુકાનદારોને ત્યાં આકસ્મિક તપાસ કરવાની સૂચના આપી હતી. જો જરૂર જણાય તો તેમને પાસેથી આકરો દંડ વસૂલવા જરૂરી કાર્યવાહી કરવાની પણ સૂચના આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.