સંખેડા સહિત જિલ્લામાં તુવેર ટેકાના ભાવે વેચવા માટેનું રજિસ્ટ્રેશન કરાવવાના બાકી રહી ગયેલા 980 ખેડૂતો માત્ર 6 દિવસમાં રજિસ્ટ્રેશન કરાવ્યું. અગાઉ એક મહિનામાં 1523 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ફેબ્રુઆરી 2022માં ટેકાના ભાવે તુવેર વેચવા ઇચ્છતા ખેડૂતોનું રજિસ્ટ્રેશન શરૂ થયું હતું. આ રજિસ્ટ્રેશન 28 દિવસ સુધી ચાલ્યું હતું. 28 દિવસ સુધી ચાલેલા રજિસ્ટ્રેશનમાં 1503 ખેડૂતોએ ટેકાના ભાવે તુવેર વેચવા માટેનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે ગત માસે જ્યારે તે પોતાના ભાવે તુવેરની ખરીદી શરૂ થઈ ત્યારે ટેકાનો 6300 રૂપિયા ક્વિન્ટલ તુવેરનો ભાવ હતો.
જે ઘટીને 5500થી 5700 રૂપિયા થઇ જતાં ખેડૂતો પરેશાન બન્યા હતા. અને બાકી રહી ગયેલા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે તુવેર વેચવા માટે રજિસ્ટ્રેશન કરવા માગ કરી હતી. જે બાબતે ધારાસભ્ય દ્વારા કૃષિ મંત્રીને રજુઆત કરાતા તા.25થી 30 એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન શરૂ કરાયું હતું. 6 દિવસ સુધી ચાલેલા આ રજિસ્ટ્રેશનમાં 980 ખેડૂતોએ ટેકાના ભાવે તુવેર વેચવા માટેનો રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
6 તાલુકા પ્રમાણે થયેલી નોંધણી | |
તાલુકો | ખેડૂતોની સંખ્યા |
કવાંટ | 1 |
છોટાઉદેપુર | 1 |
જેતપુર પાવી | 12 |
નસવાડી | 16 |
બોડેલી | 760 |
સંખેડા | 1715 |
સંખેડા તાલુકાનું રજિસ્ટ્રેશન સૌથી વધુ
છોટાઉદેપુર જિલ્લામાં તુવેરનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન સંખેડા તાલુકામાં થાય છે. સંખેડા તાલુકામાં માંજરોલ, બહાદરપુર, કાળી તલાવડી, કન્ટેશ્વર, હરેશ્વર સહિતના અનેક ગામોમાં ખેડૂતો તુવેરની વાવણી સૌથી વધુ કરે છે. છોટાઉદેપુર જિલ્લામાં કુલ 2503 ખેડૂતોનું ટેકાના ભાવે તુવેર વેચવા માટેનું રજિસ્ટ્રેશન છે. જેમાંથી 68.51 ટકા રજિસ્ટ્રેશન તો માત્ર સંખેડા તાલુકાના ખેડૂતોનું જ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.