તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંખેડા તાલુકાના તળેટી ગામે તરબદા કોળી યુવા સમાજના યુવાનોએ એક બેઠક યોજી હતી. જેમાં સમાજમાં શિક્ષણ મેળવી ઉચ્ચ હોદ્દા પર કાર્ય કરતા યુવાનો, વડીલોનું લિસ્ટ તૈયાર કરી અન્ય સમાજના લોકો પોતાના સમાજની વાડી, શૈક્ષણિક સંસ્થા સહીત અનેક સંસ્થાઓની રચના કરી સમાજના નાના, મધ્યમ પરિવારોને મદદરૂપ થયા છે. તેમાંથી પ્રેરણા મેળવી આપનો તરબદા કોળી સમાજે પણ કંઈક કરવું જોઈએ. જેના ભાગરૂપે સમાજની વાડી બને તે માટે ફાળો એકત્રિત કરવા તરબદા કોળી યુવાઓએ તળેટી ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. જેમાં તરબદા કોળી સમાજના વિવિધ ગામોની 47 ટીમોએ ભાગ લીધો હતો.
આજરોજ તળેટી ગામ ખાતે યોજાયેલ ફાઇનલ મેચ વણઘા અને દેસણ ગામ વચ્ચે રમાઈ હતી. જેમાં વણઘા ગામની ટિમ વિજેતા બની હતી. છોટાઉદેપુર જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ મલકાબેન પટેલ, માજી જિલ્લા પંચાયત સદસ્ય પ્રવીણભાઈ ભીલ, તરબદા કોળી સમાજના મંત્રી ભાનુભાઇ સુંદરપુરાવાળા, જયંતીભાઈ ચલામલીવાળા, વિનોદભાઈ, તરબદા કોળી યુવા સંગઠનના પ્રમુખ સંજયભાઈના હસ્તે 76,200 રૂપિયા અને ટ્રોફી વિજેતા બનેલ વણઘા ગામની ટીમના પ્રતિનિધિને આપવામાં આવી હતી.
વણઘા ગામની વિજેતા ટીમે તરબદા કોળી સમાજની વાડી માટે 76,200 રૂપિયાનું દાન આપ્યું હતું. આમ તરબદા કોળી સમાજના યુવાનોની પ્રેરણાથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ ટુર્નામેન્ટનો તમામ ખર્ચ તળેટી તરબદા કોળી સમાજના યુવાનોએ ઉઠાવી સમાજને નવી દિશા અને હૂંફ પુરી પાડી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે પણ તરબદા કોળી સમાજની વાડી માટે સહકાર સહ સહયોગ આપવાની વાત કરી હતી. તરબદા કોળી સમાજના યુવાઓએ સમાજના પ્રત્યેક લોકોનો સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.