ક્રાઈમ:નિલગાયના શિકાર કેસમાં લાઈસન્સધારક અને તેના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

સંખેડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભુમસવાડા ગામે નિલગાયનો બંદૂકથી શિકાર થયો હતો

છોટાઉદેપુર જિલ્લાના ભુમસવાડા ગામે તા.21મી એપ્રિલના રોજ બંદુકથી ફાયરિંગ કરીને નિલગાયનો શિકાર ઇશ્વરભાઇ કમસીંગભાઇ રાઠવાએ કર્યો હતો. આ પ્રકરણમાં નીલગાયની સારવાર બાદ તેનું મૃત્યું થયું હતું. આ ગુન્હા સંદર્ભે જંગલખાતા દ્વારા બંદુક પરવાનેદાર કમસીંગભાઇ રાઠવા અને તેના પુત્ર ઇશ્વરભાઇ કમસીંગભાઇ રાઠવા સહિત કુલ 10 વ્યક્તિઓ વિરુધ્ધ ગુન્હો નોંધ્યો હતો.

આ બાબતે જંગલખાતા દ્વારા હથિયારનો ગેરકાયદેસર ઉપયોગ કરવા બદલ કાર્યવાહી કરવા પોલીસને જણાવાતા પોલીસે આ બાબતે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. બંદુક પરવાનેદાર કમસીંગભાઇ રાઠવાએ પોતાનું હથિયાર પોતાના કબજામાં સુરક્ષિત નહી રાખતા તેના દિકરા ઇશ્વરભાઇએ હથિયાર પરવાના વગર લઇ જઇને નીલગાય ઉપર ફાયરિંગ કરીને નીલગાયને ગળાના અને પાછળના જમણા પગના થાપા ઉપર ઇજા કરી ગેરકાયદેસર શિકાર કરેલ  હતો.કમસીંગભાઇએ હથિયાર પરવાનાની શરતોનો ભંગ કરી તથા તેના દિકરા ઇશ્વરભાઇ પરવાના વગર બંદુક વડે ફાયરિંગ કરેલ હોઇ તેઓની વિરુધ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો પાનવડ પોલીસ મથકે નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...