સ્થાનિકોને હાલાકી:વિરમપુરામાં કેનાલના સાઇફનમાં ભંગાણ થયું, ભંગાણથી ધોધની જેમ નિરર્થક પાણી વહ્યું

સંખેડા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેનાલના સાઇફનના ભંગાણમાંથી ગામના મુખ્યમાર્ગ ઉપર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. - Divya Bhaskar
કેનાલના સાઇફનના ભંગાણમાંથી ગામના મુખ્યમાર્ગ ઉપર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા.
  • નિગમની બેદરકારીથી સ્થાનિકોને હાલાકી

સંખેડા તાલુકાના વિરમપુરા ગામમાં જ આવેલા નર્મદા માઇનોર કેનાલના સાઇફનમાં તા.10 જુલાઇના વરસાદમાં ભંગાણ થયું હતું, જેનું સમારકામ નર્મદા નિગમ દ્વારા કરાવાયું નથી. ગત રાત્રે માત્ર અડધો ઇંચ જ વરસાદ સંખેડા તાલુકામાં પડ્યો તેમાં તો આ સાઇફનમાં કેનાલના પાણી આવી જતા ભંગાણની જગ્યાએથી ધોધની જેમ પાણી વહીને ગામના મુખ્ય રસ્તા ઉપર નદીની જેમ ફરી વળ્યું હતું. નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા તા.10જુલાઇના રોજ પડેલા અતિભારે વરસાદ બાદ કેનાલમાં થયેલા ધોવાણ બાબતે કોઇ જ કાર્યવાહી ન કરતા સ્થાનિકો પરેશાન બની રહ્યા છે.

ખાસ કરીને વિરમપુરા ગામે તો માઇનોર કેનાલમાં ભંગાણ થતા 100થી 150 વીઘા જમીનમાં ખેતીનું નુકસાન થયું છે. તે વખતે જ ગામમાં આવેલ માઇનોર કેનાલના સાઇફનમાં પણ પાણી ભરાતા તેનું પણ ભંગાણ થયું હતું. આ જગ્યાએ નર્મદા નિગમ દ્વારા સમારકામ કરાયું નથી.

ગત રાત્રે સંખેડા તાલુકામાં માત્ર અડધો ઇંચ જ વરસાદ પડ્યો તો ફરીથી કેનાલમાં પાણી આવે ગયું અને એ સાઇફનમાં આવતા ભંગાણની જગ્યાએથી ધોધની જેમ પાણી વહેવા લાગ્યું હતું. આ સાઇફનનું પાણી ગામના મુખ્યમાર્ગ ઉપર જાણે નદી વહેતી હોય એવી રીતે પાણી નિકળવા લાગતા સ્થાનિકો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીને કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...