કાર્યવાહી:સંખેડા ભાગોળેથી ગામમાં 75થી વધારે દબાણો ઉપર બુલડોઝર ચલાવી દેવાયું

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સંખેડામાં મંગળવારે ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. - Divya Bhaskar
સંખેડામાં મંગળવારે ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
  • ગ્રામ પંચાયત દ્વારા સ્વેચ્છાએ દબાણો દૂર કરવા નોટિસ આપ્યા બાદ દબાણો ન હટાવાતાં કાર્યવાહી
  • દબાણો દૂર થતાં રસ્તા પહોળા અને ખુલ્લા થતાં વાહનચાલકોને નિરાંત થઈ

સંખેડા ગ્રામ પંચાયત દ્વારા મંગળવારે સવારે ભાગોળ વિસ્તારથી લઈ અને ગામમાં અનેક જગ્યાએ વાહન વ્યવહારને નડતરરૂપ હોય એવા દબાણો ઉપર બુલડોઝર ચલાવ્યું 75થી વધુ આવા દબાણો દૂર કરાયા હતા. જેથી દબાણો દૂર થતાં રસ્તા પહોળા અને ખુલ્લા થતાં વાહનચાલકોને નિરાંત થઈ છે.

સંખેડા ગ્રામ પંચાયત દ્વારા થોડા દિવસ અગાઉ જ આ અંગેની ઝુંબેશ ઉઠાવી હતી. સંકલન સમિતિની બેઠકમાં પણ સંખેડા ગામના વાહનવ્યવહારને નડતરરૂપ હોય તેવા દબાણો દૂર કરવા માટે કાર્યવાહી કરવા ચર્ચા પણ થતી હતી. આ બાબતે સંખેડા ગ્રામ પંચાયત દ્વારા વાહન વ્યવહારને નડતરરૂપ હોય એવા 75 જેટલા દબાણકારોને નોટિસ આપી સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા માટે સૂચના પણ આપી હતી.

પરંતુ આમાંથી કેટલાક દબાણકારોએ પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કર્યા હતા. પરંતુ ઘણા એવા દબાણકારો હતાં જે પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કર્યા નહોતા. આવા 75થી વધુ દબાણો ઉપર બુલડોઝર ફેરવી સંખેડા ગ્રામ પંચાયત દ્વારા મંગળવારે દૂર કરી દેવામાં આવ્યા હતા.

સંખેડા ગામની ભાગોળે ડી.બી.પારેખ હાઇસ્કૂલ અને સંખેડા ગામના ચાર રસ્તા અને આગળના વિસ્તાર સુધી સંખેડા ગ્રામ પંચાયત દ્વારા બુલડોઝરને લઈને જ્યાં નડતરરૂપ દબાણો જોવા મળ્યા એ તમામ દબાણોને દૂર કરી દીધા હતા. કેટલાક એ કેબીનોને પણ જે બિનવારસી હાલતમાં પડ્યા હતા એને પણ જપ્ત કરી લેવાયા હતા.

સંખેડા ગ્રામ પંચાયત તલાટી હરેશભાઈ આહિરે જણાવ્યું હતું કે,‘ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ, સભ્યો અને પોલીસ બંદોબસ્ત સાથે સંખેડા ગામની ભાગોળથી લઇ અને ગામમાં અનેક સ્થળે જ્યાં વાહન વ્યવહારને નડતરરૂપ દબાણો હતા. તે તમામ દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે. પંચાયત દ્વારા આ જ રીતે સતત કાર્યવાહી કરવામાં આવશે.’

દબાણ દૂર કરતી વેળાએ નવા ટાવર પાસે ઇન્ટરનેટની લાઇન કપાઈ
બુલડોઝરની મદદથી દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન નવા ટાવર પાસે વર્ષો જૂનું શૌચાલય પણ તોડી પાડવામાં આવ્યું હતું. અહીંયાં ઇન્ટરનેટ બ્રોડબેન્ડની લાઇન પસાર થાય છે એ લાઈનના વાયર પણ કપાઈ ગયા હતા. જેને કારણે સંખેડા ગામમાં બીએસએનએલની ઈન્ટરનેટ બ્રોડબેન્ડની સુવિધા ખોરવાઈ ગઈ હતી.

દબાણો દૂર કરવામાં આવતાં ગામના રસ્તા પહોળા બન્યા
સંખેડા ગામના ચાર રસ્તા ઉપર જે વાહન વ્યવહારથી સતત ધમધમતો માર્ગ છે. આ માર્ગ પાસે ફૂટપાથ આવેલી છે. ફૂટપાથ ઉપર પણ કેટલાય દબાણ કારણે વર્ષોથી અડિંગો જમાવી દીધો હતો. આ તમામ દબાણો આજે દૂર થતાં સંખેડા ગામના રસ્તા પહેલી વખત જાણે પહોળા હોય એવો અહેસાસ વાહનચાલકોને થયો હતો.

અન્ય સમાચારો પણ છે...