તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવસાન:રસ્તો ક્રોસ કરતા શખ્સને બાઈક ચાલકે અડફેટમાં લેતાં મોત

સંખેડા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સંખેડા તાલુકાના કાવિઠા તરફ જવાના માર્ગ પર બની ઘટના
 • ઈજાગ્રસ્તને વડોદરા સારવાર અર્થે લઈ જતાં રસ્તામાં મોત થયું

સંખેડા તાલુકાના કાવિઠા તરફ જવાના માર્ગે ટ્રેક્ટર પરથી ઉતરીને રસ્તો ક્રોસ કરવા જતા શખ્શને મોટરસાઇકલે ટક્કર મરતા ઇજાગ્રસ્ત થયેલા શખ્સને સારવાર અર્થે સંખેડા રેફરલ હોસ્પીટલમાં લવાયા બાદ વધુ સારવાર અર્થે વડોદરા લઇ જવાતા માર્ગમાં મૃત્યું થયું હતું. આ અકસ્માતમાં અજાણ્યા મોટરસાઇકલ ચાલક અને તેની પાછળ બેઠેલ બે છોકરીઓને પણ ઇજા થઇ હતી. મૃતકના પુત્રની ફરીયાદના આધારે પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે સંખેડા પોલીસના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર ઝાબ વસાહતનો રાહુલભાઇ વાસુદેવભાઇ વસાવા તેના પિતા વસાવા વાસુદેવભાઇ તથા રણજીતભાઇ કાલીદાસભાઇ તેમના ફળિયાના હિતેશભાઇ અશોકભાઇનું ટ્રેકટર લઇ વેગા ચોકડી પાસે ટ્રેક્ટરને છત્રી નખાવી તથા સમારકામ કરાવી પરત ઘરે આવવા માટે નિકળેલા. તે વખતે કાવિઠા તરફ જતા રોડ ઉપર ટ્રેકટર ઉભુ રાખીને પેશાબ કરવા બધા ઉતર્યા.

ત્યારે વાસુદેવભાઇ રોડની જમણી સાઇડે જતા હતા. ત્યારે ચંદાનગર તરફથી એક મોટરસાઇકલ ફૂલ સ્પીડે આવી હતી. તેના ચાલકે વાસુદેવભાઇને અડફેટમાં લેતા તેઓ પડી ગયા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી 108 એમ્બ્યુલન્સને ફોન કરતા આવી હતી. તેમાં વાસુદેવભાઇ તેમજ મોટરસાઇકલ ચાલક અને તેની પાછળ બેઠેલ છોકરીઓને સારવાર અર્થે સંખેડા સરકારી દવાખાને લવાયા હતા. અત્રે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વાસુદેવભાઇને વડોદરા રિફર કરાયા હતા. વડોદરા લઇ જતી વખતે ગામડી પેટ્રોલપંપ નજીક વાસુદેવભાઇનું મૃત્યુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો