આત્મનિર્ભર ગ્રામયાત્રા કાર્યક્રમ:સંખેડામાં આરોગ્ય તંત્રના ટેબલ ઉપર હજુ પણ પૂર્વ CMના ફોટાવાળું બેનર!

સંખેડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો ફોટો પણ હજુ જૈસે થે
  • આત્મનિર્ભર ગ્રામયાત્રાના કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓનું ચલચિત્ર પ્રસ્તુત કરાયું

સંખેડા ખાતે આત્મનિર્ભર ગ્રામયાત્રા દરમિયાન આરોગ્ય વિભાગના ટેબલ ઉપર માજી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ફોટાવાળું બેનર લગાડેલ જોવા મળ્યું.સંખેડા ડી.બી.પારેખ હાઇસ્કુલના પટાંગણમાં આત્મનિર્ભર ગ્રામયાત્રા આવી હતી.સાંજે 6 વાગ્યે આ કાર્યક્રમ શરૂ થયો હતો. અત્રેના ગ્રામયાત્રા દરમિયાન સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી,જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહીં આત્મનિર્ભર ગ્રામયાત્રા રથનું સૌએ સ્વાગત કર્યું હતું. અહીંયા સરકારની વિવિધ યોજનાઓ અંગેનું ચલચિત્ર પ્રસ્તુત કરાયું હતું. આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા રખાયેલી વાનગી વિભાગની હરીફાઈના વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું હતું.અત્રે આઈ.સી.ડી.એસ.વિભાગ ઉપરાંત આરોગ્ય વિભાગનું પણ ટેબલ ઉભું કરાયું હતું. આરોગ્ય વિભાગના ઉભા કરાયેલા ટેબલ ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ફોટાવાળા બેનરના બદલે માજી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને માજી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના ફોટાવાળુ બેનર મુકાયું હતું.

આ બાબતે રવિરાજસિંહ રાજપૂત રથના નોડલ અધિકારીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, એ ખ્યાલ નથી. એ મારો વિષય નથી. હું તો રથનો નોડલ છું. આ જોવું પડશે. અહીંયા તાલુકાવાળા લોકો હોઇ એમણે મુકેલ છે.”

અન્ય સમાચારો પણ છે...