તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:વૈજ્ઞાનિક રીતે મધમાખીપાલન અંગે 7 દિવસીય તાલીમ યોજાઈ

સંખેડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કૃષિ વિજ્ઞાન કેન્દ્ર - મંગલભારતીમાં આયોજન કરાયું
 • છોટાઉદેપુર જિલ્લામાંથી કુલ 50 ખેડૂતોએ તાલીમમાં ભાગ લીધો

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી પુરસ્કૃત અને મંગલભારતી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય મધમાખી બોર્ડ યોજના અંતર્ગત ‘વૈજ્ઞાનિક રીતે મદ્યમાખીપાલન’ અંગે સાત દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ર્ડા.ભરતભાઈ મહેતાએ ખેડૂતોને ખેતી સાથે મધમાખીપાલન કરી આવક બમણી કઈ રીતે કરી શકાય તે વિષે માહિતી આપી. ખેતીમાં મધમાખીપાલનથી પરાગનયન દ્વારા ઉત્પાદનમાં વધારો થાય છે.

આ ઉપરાંત મધમાખીના ઉછેરના વ્યવસાય દ્વારા મધ અને મીણ એ બે મહત્વની ઉપજો તથા મદ્યમાખીના ડંખનું ઝેર, રોયલ જેલી, પ્રોપોલીસ અને પરાગરજ જેવી અન્ય ઉપજો મળે છે. તે અંગેની વિસ્તૃત માહિતી આપાઈ હતી. ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિષય નિષ્ણાંત (પાક સંરક્ષણ) વિનય પટેલ દ્વારા મધમાખીની અલગ અલગ પ્રજાતિઓ જેવી કે ભારતીય મધમાખી, ઈટાલીયન મધમાખી, ભમ્મરીયું મધ, ગુસ્યુ મધ અંગેની જાણકારી અને તેનું જીવનચક્ર તથા આપણા વિસ્તારમાં મધમાખીપાલનની શક્યતાઓ વિષે ખેડૂતોને સમજણ આપી હતી.

વૈજ્ઞાનિક રીતે મદ્યમાખીપાલન અંગેની સાત દિવસીય તાલીમમાં ખેડૂતોને પ્રેરણા પ્રવાસ અંતર્ગત વઘઈ કૃષિ યુનિવર્સિટી તથા વલસાડ, ચીખલી, સુરત તેમજ વડોદરા જિલ્લાના મધમાખીપાલનના પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાતે લઈ જઈ મધમાખી પાલન માટે વપરાતા સાધનો, મધમાખી વસાહતોની વૈજ્ઞાનિક રીતે સાચવણી, વિવિધ પાકોમાં મધમાખીપાલનથી ઉત્પાદનમાં વધારો થાય છે તે અંગેની ખેડૂતોને જાણકારી આપવામાં આવી. કુલ બે તાલીમ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લામાંથી કુલ ૫૦ ખેડૂતોએ ભાગ લીધો હતો. કોઈ ખેડૂતોને મઝમાખીપાલન અંગે વધુ માહિતીની જરૂર હોય તો વિનયભાઈ પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મંગલભારતીનો સંપર્ક કરવા આથી જણાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો