તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવક વધી:ખાણખનીજ ખાતા થકી વર્ષ 2020-21માં 83.09 કરોડ, આ વર્ષે જુલાઇ સુધી 31.93 કરોડની મહેસૂલી આવક થઇ

સંખેડા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાણખનીજ ખાતાએ 16 મહિનામાં 612 કેસ શોધી કાઢ્યા હતા
  • છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસામાં બે મહિના માટે મૂકાતો પ્રતિબંધ હટાવી લેવાતાં રોયલ્ટીની આવક વધી

છોટાઉદેપુર જિલ્લામાં ખાણખનીજ ખાતા દ્વારા વિવિધ વિસ્તારોમાં રેડ કરીને છેલ્લા 16 મહિનામાં 612 કેસ શોધી કાઢ્યા હતા. કુલ 21 જેટલી પોલીસ ફરિયાદ નોંધી છે. કુલ વસૂલાત 12.36 કરોડ રૂપિયાની કરાઇ છે. જ્યારે મહેસૂલી આવક 11503.47 લાખ રૂપિયા થયેલી છે.

છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીની સફેદ રેતી બાંધકામની દ્રષ્ટીએ સૌથી સારી મનાય છે. છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદીની રેતી માત્ર છોટાઉદેપુર કે વડોદરા જ નહીં પણ ઠેઠ મુંબઇ સુધી જાય છે. આ રેતીની માગ બારેય માસ રહે છે. ઉપરાંત ડોલોમાઇટ પણ છોટાઉદેપુર તાલુકામાંથી સારા પ્રમાણમાંથી નીકળે છે. કુદરતી રીતે મળતા આ ખનીજમાંથી સારા પ્રમાણમાં આવક થાય છે.

છેલ્લા કેટલાક વરસથી ચોમાસા દરમિયાન ઓરસંગ નદીમાંથી રેતી કાઢવા ઉપર પ્રતિબંધ પણ મુકાતો હતો. પણ હવે ચોમાસાના એ એક-બે મહિનાનો પ્રતિબંધ પણ મુકાવાનો બંધ થતા રેતીની લીઝો બારેય માસ ધમધમાટ ચાલે છે. અને એના થકી રોયલ્ટીની આવક જિલ્લામાં સારા એવા પ્રમાણમાં થઇ રહી છે.

છોટાઉદેપુર જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી એન.એ.પટેલે આપેલી માહિતિ મુજબ છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ 2020-21માં કુલ કેસ 508, કુલ વસૂલાત 936.01 લાખ રૂપિયા અને પોલીસ ફરિયાદની સંખ્યા 20 છે અને મહેસૂલી આવક 8309.79 લાખ રૂપિયા થઇ છે. જ્યારે વર્ષ 2021-22(જુલાઇ-21 સુધી)માં કુલ કેસ 144 નોંધ્યા છે. કુલ વસૂલાત 301.12 લાખ રૂપિયા અને એક સામે પોલીસ ફરિયાદ કરાઇ છે. જ્યારે મહેસૂલી આવક 3193.68 લાખ રૂપિયા થઇ છે.

અન્ય સમાચારો પણ છે...