તંત્ર સજ્જ:રામી ડેમ 196.50 મીટરથી ઓવરફ્લો થતાં હેઠવાસના 8 ગામોને એલર્ટ કરાયાં

સંખેડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ ભયજનક નજીક પહોંચતાં તંત્ર સજ્જ

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રામી ડેમની સપાટી 196.50 મીટરની સપાટીએ પહોંચી હતી. જે ભયજનકની નજીક હોવાના કારણે પાણી છોડવાની સંભાવના છે. ત્યારે તંત્ર દ્વારા રામી ડેમના હેઠવાસમાં આવેલા આઠ ગામોને એલર્ટ આપી સાવચેત રહેવા જણાવ્યુ છે. રામી ડેમ કવાંટ તાલુકામાં આવેલ છે. જેને હાલમાં બ્લુ સિગ્નલ અપાયું છે.

છોટાઉદેપુર ડિઝાસ્ટર શાખાના જણાવ્યાનુસાર, રામી જળાશયની સપાટી 196.50 મીટર પહોંચતા બ્લુ સિગ્નલ આપવામાં આવ્યું છે. ડેમમાં પાણીની આવક વધે તો ડેમનું લેવલ 196.90 મીટરે ભયજનક સપાટી પહોંચતા રેડ સિગ્નલ સ્ટેજ પહોંચવાની સંભાવના રહેશે અને જરૂર જણાય તો સ્થળાંતર કરવાનું રહેશે. હાલમાં ડેમમાંથી 660.764 ક્યુસેક જેટલો પ્રવાહ ઓવરફ્લો થઇ નદીમાં જાય છે.

હાલ વધુ વરસાદ હોવાથી નદીના પાણીના પ્રવાહમાં વધારો થવાની શક્યતા હોવાથી રામી ડેમના હેઠવાસના ગામોના તલાટી સરપંચોને એલર્ટ કરવા તેમજ લોકોને સાવચેત રહેવા, નદીના પટમાં અવર - જવર નહીં કરવા પુશધનને નદી કિનારાથી દુર રાખવા તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ઉપરવાસમાં સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવા તેમજ તકેદારીના પગલા લેવા તથા હેઠવાસના તમામ ગામો ઝાલાવાંટ, દેવત, ચિલિયાવાંટ, ડેરી, વિજલી, વાંટા, ખાંડીબારા અને મોટી સાંકડ ગામમાં રહેતા લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...