કપાસની ખરીદી:સંખેડા તાલુકામાં CCI દ્વારા 7900 ગાંસડી કપાસ ખરીદાયો

સંખેડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીસીઆઈ દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદીનો મંગળવારે છેલ્લો દિવસ હતો. - Divya Bhaskar
સીસીઆઈ દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદીનો મંગળવારે છેલ્લો દિવસ હતો.
  • બહાદરપુર અને હાંડોદમાં હવે લાભ પાંચમથી પુન: ખરીદી શરૂ કરાશે
  • કલેડીયા સીસીઆઈ દ્વારા 21મી બાદ કપાસની ખરીદી શરૂ કરાશે

સંખેડા તાલુકામાં મંગળવારે સીસીઆઇ દ્વારા કપાસ ખરીદીનો છેલ્લો દિવસ હતો. હવે સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી લાભ પાંચમ પછી થશે. અત્યાર સુધી સંખેડા તાલુકામાં સીસીઆઈ દ્વારા આશરે 7900 ગાંસડી કપાસ ખરીદાયો છે.

સંખેડા તાલુકો કપાસનું હબ બની રહ્યો છે. સીસીઆઇ દ્વારા ટેકાના 5775 રૂપિયાના ભાવે પેરામિટર મુજબ કપાસ ખરીદાઈ રહ્યો છે. કપાસની ખરીદી સીસીઆઈ દ્વારા સંખેડા તાલુકાના હાંડોદ અને બહાદરપુર સેન્ટર ખાતે તા. 4 નવેમ્બરથી શરૂ થઈ છે. જ્યારે કલેડીયા સેન્ટર ઉપર કપાસની ખરીદી 6 નવેમ્બરથી શરૂ થઈ છે.

આ ત્રણેય સેન્ટર ઉપરના સીસીઆઈના અધિકારીઓના જણાવ્યાનુસાર આજે તા. 10મિ સુધી સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી ચાલુ રહી હતી. પણ હવે દિવાળીના કારણે કપાસની ખરીદી સીસીઆઈની બંધ રહેશે. જે લાભ પાંચમ બાદ શરૂ થશે.

બહાદરપુર સીસીઆઈ અધિકારી આર.આર.ધવસે જણાવ્યું હતું કે તેમના સેન્ટર ઉપર ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 1400 ગાંસડી કપાસ ખરીદાયો છે. હાંડોદ સીસીઆઈ અધિકારી ઉદય શાહના જણાવ્યાનુસાર તેમના સેન્ટર ઉપર અત્યાર સુધી આશરે 4000 ગાંસડી કપાસ ખરીદાયો છે.

આ બંન્ને સેન્ટર ઉપર લાભ પાંચમથી ફરીથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરાશે. જ્યારે કલેડીયા સીસીઆઈ અધિકારીના જણાવ્યા મુજબ તેમના સેન્ટર ઉપર 2500 ગાંસડીથી વધુ કપાસ ખરીદાયો છે. અહીંયા લાભ પાંચમથી નહીં પણ 21 તારીખ બાદ કપાસ ખરીદી શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...