મતદાન:છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 78042 મતદારો વધ્યા

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુરુષ 37838, મહિલા 40201 અને થર્ડ જેન્ડર 3 મતદારો 5 વર્ષમાં વધ્યા

છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા મત વિસ્તારમાં 2017ની ચૂંટણીમાં હતા, તેના કરતા 78042 મતદારો વધ્યા છે. સૌથી વધુ છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાં 29423 મતદારો વધ્યા છે. વિધાનસભાની ચૂંટણીના ડમડમિયા વાગી રહ્યા છે.રાજકીય પક્ષો પણ સોગઠાબાજીમાં વ્યસ્ત બન્યા છે. જિલ્લામાં આ વખતે કોંગ્રેસ અને ભાજપ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. દરેક રાજકીય પક્ષ પોતપોતાની રીતે જિલ્લાની વિધાનસભાની બેઠકો અંકે કરવા માટે છેલ્લા કેટલાક સમયથી કવાયત કરી રહી છે.

છોટાઉદેપુર જિલ્લાની ત્રણેય વિધાનસભાની બેઠક અનુસૂચિત જન જાતિ માટે અનામત છે. જિલ્લામાં આદિજાતિમાં આવતી વિવિધ જાતિ પૈકી રાઠવા, તડવી અને ભીલ તેમજ ડુભીલની બાહુલ્ય વસ્તી છે. કેટલાક રાજકીય આગેવાનો પોતાના વારસદારોને પણ આગળ કરી રહ્યા છે. તો કેટલાક જૂના જોગીઓ પણ મેદાનમાં છે. બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા પણ વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગેલું છે. ચૂંટણી અધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિકારીઓ દ્વારા વિવિધ મતદાન મથકોની મુલાકાત લેવાઈ છે.

જે તે મતદાન મથક ઉપર ખૂટતી ભૌતિક સુવિધા ઉભી કરવા માટે પણ તંત્ર દ્વારા કવાયત કરાઈ છે. મતદાર યાદી પણ તૈયાર થઈ છે. જરૂરી ફેરફારો જેવાકે નવા નામો ઉમેરવા,મૃત્યુ પામેલા મતદારોના કે બદલી થઈ બીજે ગયેલાઓના નામ કમી કરવા વિગેરે કામગીરી પણ પૂર્ણ થઈ છે.

પુરુષ કરતાં મહિલા મતદારોની સંખ્યા વધી
છોટાઉદેપુર જિલ્લામાં 5 વર્ષમાં કુલ 78042 મતદારો વધ્યા છે.તેમાં પુરુષ મતદારોની સંખ્યા 37838 વધી છે.જ્યારે મહિલા મતદારોની સંખ્યા 40201 વધી છે.જ્યારે થર્ડ જેન્ડરના 3 મતદારોની સંખ્યા વધી છે.

કેટલા મતદારો 5 વર્ષમાં વધ્યા
બેઠકકેટલા મતદારો વધ્યા
છોટાઉદેપુર29423
જેતપુર26067
સંખેડા22552
કુલ78042
2017ની વિધાનસભાના મતદારોની સંખ્યા
બેઠકપુરુષ મતદારોમહિલા મતદારોથર્ડ જેન્ડરકુલ
છોટાઉદેપુર1247281171862241916
જેતપુર1259611189690244930
સંખેડા1305161231663253531
કુલ3812053593215740377

​​​​​​​

2022ની વિધાનસભાના મતદારોની સંખ્યા
બેઠકપુરુષ મતદારોમહિલા મતદારોથર્ડજેન્ડરકુલ
છોટાઉદેપુર1392221321143271339
જેતપુર1389271320673270997
સંખેડા1408941353412276237
કુલ4190433995228818573

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...