ગામમાં નદીનું પાણી ફરી વળ્યું:બોડેલીના પાણેજ ગામમાં 700 લોકો ફસાતાં રેસ્કયૂ કરાયા

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોડેલી તાલુકાના પાણેજ ગામમાં ઉચ્છ નદીનું પાણી ફરી વળ્યું પાણી ફરી વળવાને કારણે ગામમાં એક એક માળ સુધી ફળિયામાં પાણી જોવા મળ્યું લોકો જીવ બચાવવા ઘરના બીજા માળે પહોંચ્યા બીજા કેટલાક પાડોશીના ઘરે પહોંચ્યા હતા. સરપંચ તલાટી પણ બપોરના સાડા બાર વાગ્યાના પાણેજ ગામમાં ફસાયેલા છે. ગામના સરપંચ કમલેશભાઈ વરિયા અને તલાટી મિલનભાઈ ગામ બપોરે જોવા ગયા એ બાદ પાણી આવી ગયું હતું. સરપંચ કમલેશભાઈએ જણાવ્યું હતું કે 700 ફસાયેલા છે. બોડેલી એસ.ડી.એમ. ઉમેશ શાહના જણાવ્યા મુજબ કડાછલામાં સ્થળાંતર કરાયું છે. લોઢણમાં પણ ફસાયા છે. એમને બચાવવા કામગીરી ચાલુ છે. પાણેજમાં એસ.ડી.આર.એફ.ની ટિમ મોકલી છે. પણ અંધારાને લીધે તકલીફ પડી છે. અમારું ફોકસ અત્યારે પાણેજ ગામ ઉપર જ છે.

અન્ય સમાચારો પણ છે...